(Source: ECI/ABP News/ABP Majha)
Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rain Forecast:રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે, કચ્છ અને સૌરાષ્ટ્રના 4 જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે
Rain Forecast: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે, કચ્છ અને સૌરાષ્ટ્રના 4 જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મહેસાણા, સાબરકાંઠા, ખેડામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં છૂટા છવાયા સ્થળે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જૂન મહિનામાં 12 ટકા ઓછો વરસાદ વરસ્યો હતો. જૂન મહિનામાં 104 એમએમ વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂન મહિનામાં 118 એમએમ વરસાદ હોવો જોઇએ.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આગામી 48 કલાકમાં જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં એક સિસ્ટમ સક્રીય થઈ રહી છે જેના કારણે ભારે વરસાદ પડશે.ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.