શોધખોળ કરો
ગુજરાતમાં 14થી 16 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 14થી 16 ઓક્ટોબરની વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 14 ઓક્ટોબરે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, 15 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી અને 16 ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર અમરેલીમાં 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ
સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 135 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. જ્યારે અત્યાર સિઝનનો કુલ 42 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે.જો હવે વરસાદ પડે તો ખેડૂતોનો બાકી રહેલો પાક પણ નષ્ટ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
