શોધખોળ કરો

Rain: આજે ભારે આગાહી, આટલા વિસ્તારોમાં આજે તુટી પડશે વરસાદ, અમદાવાદની શું છે સ્થિતિ, જાણો

આજે ફરી એકવાર ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આજે આગાહી કરતાં જણાવ્યુ છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે

Rain: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. નર્મદાથી લઇને મહીસાગર સુધીની તમામ મોટી નદીઓ ઓવરફ્લૉ થઇ છે, તમામ ડેમો પણ છલકાયા છે, ત્યારે આજે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ અનુસાર, આજે ફરી એકવાર ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આજે આગાહી કરતાં જણાવ્યુ છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજસ્થાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમનું ભારે સર્ક્યૂલેશન સર્જાયુ છે, અને તે હવે પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે, આ કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર- કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. આ ઉપરાંત હવામાન વિભાગ અનુસાર, આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે, અને શુક્રવારથી વરસાદનું જોર ઘટશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હમણાં રાહત નહીં, ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશેઃ અંબાલાલ પટેલ

ગુજરાતમાં અત્યારે મેઘરાજાની ચારેય બાજુ ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 150થી વધુ તાલુકાઓમાં વરસાદે કેર વર્તાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિદ અને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે અનુસાર, હમણાં ગુજરાતને વરસાદીથી રાહત નહીં મળે, હજુ પણ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશે. જાણો અંબાલાલ પટેલે શું કહ્યું..........  

ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વવા, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આની સાથે સાથે બનાસ નદીમાં પુર આવવાની પુરી શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ 18, 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને જખૌમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે.

મહત્વનું છે કે, આગામી 21મી તારીખથી વરસાદી સિસ્ટમ નબળી પડશે, 18 અને 19મી તારીખે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. અરબસાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. 10 ઓકટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓકટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં બેથી ત્રણ ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈકCM Bhupendra Patel: સરકારી વિભાગમાં નહીં રહે ખાલી જગ્યા! મુખ્યમંત્રીનું સૂચક નિવેદનBanaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો ઘડાય: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો
Embed widget