શોધખોળ કરો

Gujarat Rain: સવારથી અત્યાર સુધી રાજ્યના  132 તાલુકાઓમાં વરસાદ, જાણો સૌથી વધુ વરસાદ ક્યાં ખાબક્યો 

રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.  ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે.

ગાંધીનગર: રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.  ગુજરાતમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો છે. અહીં પાંચ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. મહેમદાવાદ-નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, વસો પાણી-પાણી થયા છે.   મહેમદાવાદમાં  2 કલાકમાં  સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. નડિયાદમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. મહુધા, ગળતેશ્વર અને વસો તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો  છે.   

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ઓરેન્જ અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. મોન્સૂનનો ટર્ફ પસાર થઈ રહ્યો હોવાથી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.

હવામાન વિભાગ દ્રાર આપવામા આવેલી આગાહી મુજબ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ થઈ શકે છે. તેમજ સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, વલસાડ, ડાંગમાં વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 28મી તારીખે દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદી શક્યતા છે અને 29મી તારીખે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.       

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ

Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત

SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું

'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
Gold Rate Weekly Update: આટલું સસ્તુ થયું સોનું, સપ્તાહમાં આટલી રહી 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
SEBI: માધબી પુરી બુચ વિરુદ્ધ FIR પર સેબીનો જવાબ, કહ્યુ- કોર્ટના આદેશને પડકારીશું
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
'તમે મુખ્યમંત્રીની ખુરશી બચાવી ન શક્યા તો એમાં હું શું કરું?', અજિત પવારે ફડણવીસ સામે શિંદેને ટોણો માર્યો
મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા

'મોહન ભાગવતને પૂછો કે તેઓ કુંભમાં કેમ ન ગયા?' ઉદ્ધવ ઠાકરેની ટીકા પર સંજય રાઉત લાલઘૂમ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચો કન્ફર્મ, ભારત બે વખતના વિજેતાનો સામનો કરશે, જાણો શેડ્યુલ

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો 

Embed widget