શોધખોળ કરો

Gujarat Rain: ઉત્તર ગુજરાતના દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં ફરી વરસાદ, ખેડૂતો ચિંતામાં

ઉત્તર ગુજરાતમાં  કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભીલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભીલોડા, લીલછા, જુમસર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા.

બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં  કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભીલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભીલોડા, લીલછા, જુમસર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવવા લાગી છે. 

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા

બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  આજે સવારે દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં વરસાદ વરસ્યો છે.  દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.  રવિ સિઝનની શરૂઆતમાં જ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  યાત્રાધામ અંબાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. 

ઊંઝામાં પણ સવારે કમોસમી વરસાદ વરસ્યો

વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદને લીધે અંબાજીમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયુ હતું.   ધાનેરા અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં પણ સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો.  થોડા સમય સુધી વરસેલા વરસાદથી ઊંઝાના રોડ-રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા હતા.  મગ, બાજરી, જુવાર,કપાસ અને કઠોળ પકવતા ખેડૂતોની પણ ચિંતા વધારી છે.  

બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી 

અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. જોકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ હજુ યથાવત રખાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે. 

ટોપ સ્ટોરી

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Embed widget