Rain Live Update: બોડેલીમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ, રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ
મેઘરાજાએ રવિવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદમાં 12 ઇંચ સુધી વરસાદ પડતાં સ્કૂલ-કોલેજોમાં આજે રજા જાહેર કરાઇ છે.
LIVE
Background
અમદાવાદમાં ગઇકાલે સાંજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જતાં સમગ્ર અમદાવાદ પાણી-પાણી થઇ ગયું. પ્રહલાદનગર,બોપાલ વિસ્તારની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ....તો ભારે વરસાદના કારણે શાળા –કોલેજમાં પણ રજા જાહેર કરી દેવાઇ છે.
અમદાવાદમાં ગઇકાલે સાંજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જતાં સમગ્ર અમદાવાદ પાણી-પાણી થઇ ગયું. પ્રહલાદનગર,બોપાલ વિસ્તારની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ..અમદાવાદમાં ગઇ કાલ સાંજે મૂળધાર વરસાદ વરસતાં સાંજે ઓફિસથી દુકાનથી ઘરે જતાં લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર સુધી પણ પાણી ન ઓસરતાં સવારે પણ ઓફિસ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
રાજ્યના 12 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં અપાયું રેડએલર્ટ
Heavy rain :આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.
ગુજરાત પર હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ફરી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અતિ ભારે વરસાદની આશંકાના પગલે 6 જિલ્લામાં રેડએલર્ટ અપાયું છે. ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત,. ભરૂચ, નર્મદ અને ઉદપુરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ખેડા મોરબી આણંદ અને વડોદરા પંમહાલ ઓરેંજ એલર્ટ અપાયું છે. ઓરેન્ડ અને રેડ એલર્ટ વાળા વિસ્તારમાં પ્રશાસન દ્વારા NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે અન્ય રાજ્યોમાંથી પણ NDRFની ટીમ બોલાવવાની તૈયારી શરૂ કરી છે. તો નવસારી માટે એનડીઆરએફની ટીમ રવાના કરાઇ છે.
અમદાવાદીઓ હજુ પણ વરસાદી પાણી સામે જજુમી રહ્યા છે, હાટકેશ્વર ચાર રસ્તાનો માર્ગ પાણીમાં ગરકાવ
અમદાવાદમાં બકેરી સિટી વેજલપુરમાં વીજપુરવઠો ગઇકાલ રાતથી ખોરવાયો અને ભારે વરસાદના કારણે ગઇકાલ રાતથી અંધારપાટ છવાયો છે. ગઇકાલ રાતથી બકરી સિટીમાં કમર સુધીના પાણી ઘૂસી ગયા છે. ભારે પાણી ભરવાના કારણે સવારે ઓફિસે જવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેજલપુરની મોટાભાગની સોસાયટીમાં કમર સુધી પાણી આવી જતાં લોકોની ઘર વખરીને પણ પારાવાર નુકસાન થયું છે.
અમદાવાદીઓ હજુ પણ વરસાદી પાણી સામે જજુમી રહ્યા છે. હાટકેશ્વર ચાર રસ્તાનો માર્ગ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વરસાદ બંધ થયાને કલાકો વીતવા છતાં પાણી ઓસર્યા ન હોવાથી લોકોની મુશ્કેલી વધી છે. માર્ગ પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો હાડમારી ભોગવી રહ્યા છે.પ્રિ મોન્સુન કામગીરી બાદ પાણીના નિકાલમાં પણ AMC નિષ્ફળ રહી હોવાની સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે.
અમદાવાદ આનંદનગર વિસ્તારમાં દિવાલ ધરાશાયી, ભારે વરસાદે સર્જી જળબંબાકારની સ્થિતિ
અમદાવાદમાં સતત બીજા દિવસે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. વેજલપુર ગામની શેરીઓમાં વરસાદ પડતા જ પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય વરસાદ થતાં જ પૂરની સમસ્યા શરૂ થઈ ગઈ છે. એક કલાકના વરસાદમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
છોટાઉદેપુર: છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ છે. છેલ્લા ચાર કલાકમાં જ 12 ઈંચ સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો. બોડેલીના ગોલા ગામડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામ તરફ જવાના રસ્તા પર અનેક વાહનો ફસાઈ ગયા છે. કેટલાય વાહનચાલકોએ પાણી વચ્ચેથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરતા વાહન બંધ થઈ ગયા છે.
આ તરફ સંખેડા તરફના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતાં. બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદથી અકોટાદર ગામ, ખીમલીયા, મોતીપુરા ગામ, ગોપાલપુરા, મંગલભારતી અને ગોલા ગામડીના રોડ- રસ્તા જળમગ્ન થયા. આ ઉપરાંત પાનીયા ગામ પણ બેટમાં ફેરવાયું છે. હાલ સલામતીના ભાગરૂપે પોલીસે ગોલા ગામડી ચાર રસ્તાથી બોડેલી તરફ જવાનો રસ્તો બંધ કરાવી દીધો છે. હાલ પોલીસ બેરિકેડ લગાવી બોડેલી- છોટાઉદેપુર તરફ જવાના વાહનોને પરત મોકલી રહી છે.
NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન તૈનાત
રાજ્યમાં NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRF ની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે.નવસારીમાં NDRFની 2 ટીમ , ગીર સોમનાથ અને સુરતમાં NDRFની 1 - 1 ટીમ, રાજકોટ, બનાસકાંઠા અને વલસાડમાં NDRFની 1 - 1 ટીમ, ભાવનગર, કચ્છ અને અમરેલીમાં NDRFની 1 - 1 ટીમ અને જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં NDRFની 1 - 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.