શોધખોળ કરો

Rain: માંડવીમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, કેડસમા પાણીમાં જઇને છ લોકોને બચાવ્યા

બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે

બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, દ્વારકા, મોરબી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો  કચ્છના માંડવીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા.  ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. માંડવી અને જામનગરમાં પણ અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા.
Rain: માંડવીમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, કેડસમા પાણીમાં જઇને છ લોકોને બચાવ્યા

કચ્છના માંડવીના બગીચા બાગ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે કેડસમા પાણી ભરાયા હતા. લોકોને ફસાયા હોવાની જાણ થતા એનડીઆરએફના જવાનો કેડસમા પાણીમાં ત્યાં પહોંચ્યા હતા અને છ જેટલા લોકોને બચાવ્યા હતા. બીજી તરફ માંડવીમાં ધરાશાયી વૃક્ષો હટાવવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

Rain: માંડવીમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, કેડસમા પાણીમાં જઇને છ લોકોને બચાવ્યા

Rain: માંડવીમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, કેડસમા પાણીમાં જઇને છ લોકોને બચાવ્યા

દ્વારકામાં એનડીઆરએફએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

દ્વારકાના રૂપેણમાં એનડીઆરએફએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોનું એનડીઆરએફએ રેસ્ક્યુ કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં રૂપેણ બંદરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા બે લોકોને એનડીઆરએફ એ બચાવ્યા હતા. ચાલુ વરસાદમાં એનડીઆરએફના જવાનોએ બે લોકોને બચાવ્યા હતા.

કચ્છમાં  કનકાવટી નદી બે કાંઠે 

વાવાઝોડાના કારણે કચ્છમાં ચોમાસા કરતાં પણ ખરાબ સ્થિતિ ઉભી થઇ ગઇ છે, અહીં કનકાવટી નદીનું પાણી ગામોમાં ઘૂસી ગયુ છે.કચ્છમાં ગઇકાલેથી પડી રહેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી છે, નલિયાના માંડવી રૉડ ઉપરની કનકાવટી નદી બે કાંઠે થઇ ગઇ છે. કનકાવટી નદી ઓવરફ્લૉ થવાથી નદીનું પાણી રસ્તાંઓ પર ફરી વળ્યા છે, અને પાણી ગામોમાં પણ ઘૂસી ગયા છે. જોકે, કનકાવટી નદીના પાણીથી કોઇ નુકસાન ના થાય તે માટે તંત્રએ અગાઉથી જ સાવચેતીના પગલા ભરી દીધા હતા, ગામો અગાઉથી ખાલી કરાવી દીધા હતા. કચ્છ જિલ્લામાંથી બિપરજૉય લેન્ડફૉલ થયા બાદ ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સામે આવ્યા છે. 

વાવાઝોડાના લેન્ડફૉલ બાદ તબાહી શરૂ, ઓખાના દરિયાનું પાણી ગામોમાં ઘૂસ્યું

બિપરજૉય વાવાઝોડાએ લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ બિપરજૉય વાવાઝોડાને લઇને માહિતી આપી હતી કે, આ વાવાઝોડુ તબાહી મચાવી શકે છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget