Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. નવરાત્રી પહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં ધોધમાર ઇનિંગ રમી છે
Rain: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. નવરાત્રી પહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં ધોધમાર ઇનિંગ રમી છે. રાજ્યમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થયો છે, આગામી તહેવારો સુધી ચાલી શકે છે. હવામાન વિભાગ અને હવામાનશાત્રીઓના મતે નવરાત્રીમાં પણ વરસાદ મજા બગાડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 90 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વડોદરા અને વિસાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે, અચાનક પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. અહીં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે, જુઓ....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ -
વિસાવદરમાં સાડા ચાર ઈંચ વરસાદ
વડોદરામાં ચાર ઈંચ વરસાદ
જૂનાગઢમાં પોણા ચાર ઈંચ વરસાદ
ગઢડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
તાલાલામાં સવા ત્રણ ઈંચ વરસાદ
ગીર ગઢડામાં ત્રણ ઈંચ વરસાદ
પાદરામાં ત્રણ ઈંચ વરસાદ
ખાંભામાં સવા બે ઈંચ વરસાદ
ડેડિયાપાડામાં સવા બે ઈંચ વરસાદ
મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ
ઉનામાં બે ઈંચ વરસાદ
ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ
ભેંસાણમાં દોઢ ઈંચ વરસાદ
બરવાળામાં દોઢ ઈંચ વરસાદ
સતલાસણામાં સવા ઈંચ વરસાદ
વંથલીમાં સવા ઈંચ વરસાદ
ધોલેરામાં સવા ઈંચ વરસાદ
ધંધુકામાં સવા ઈંચ વરસાદ
નડિયાદમાં સવા ઈંચ વરસાદ
વડાલીમાં સવા ઈંચ વરસાદ
આંકલાવમાં એક ઈંચ વરસાદ
પ્રાંતિજમાં એક ઈંચ વરસાદ
વલ્લભીપુરમાં એક ઈંચ વરસાદ
ધારીમાં એક ઈંચ વરસાદ
તિલકવાડામાં પોણો ઈંચ વરસાદ
માળિયા હાટિનામાં પોણો ઈંચ વરસાદ
જંબુસરમાં પોણો ઈંચ વરસાદ
શિનોરમાં પોણો ઈંચ વરસાદ
માતરમાં પોણો ઈંચ વરસાદ
ચુડામાં પોણો ઈંચ વરસાદ
ધ્રાંગધ્રામાં પોણો ઈંચ વરસાદ
રાજ્યમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, આ વખતે રાજ્યમાં સિઝનનો 137 ટકા વરસાદ ખાબક્યો છે, આમાં કચ્છમાં સિઝનનો 185 ટકા વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 114 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં સિઝનનો 133 ટકા વરસાદ થયો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો 147 ટકા વરસાદ વરસ્યો છે, અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો
ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી