શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા 4થી 5 દિવસસથી સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. આજે પણ કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast: રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાતના ચાર અને મધ્ય ગુજરાતના છ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં વરસાદનું અનુમાન છે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર આગાહી કરી છે તો  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આજે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  જૂનાગઢ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. પવન સાથે વરસાદની આગાહીની શક્યતાને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ જાહેર કર્યુ છે.

રવિવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા પાંચ ઈંચ વરસાદથી વડોદરામાં ફરી પૂરનો ખતરો સર્જાયો છે. જો કે રાતથી વરસાદે વિરામ લેતા વડોદરાના નાગરિકો અને પ્રશાસને લીધો રાહતનો શ્વાસ  લીધો છે

ભારે વરસાદને પગલે વડોદરા શહેરની તમામ સ્કૂલોમાં આજે  રજા જાહેર કરવામાં આવી છે. સરકારી, ગ્રાન્ટેડ,નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.ધોધમાર વરસેલા વરસાદથી વડોદરાના તમામ ગરબા ગ્રાઉન્ડો બેટમાં ફેરવાયા જતાં આયોજકો આર્થિક નુકસાનની ભિતી  સેવી રહ્યાં છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વડોદરામાં વિશ્વામિત્રીની જળસપાટી વધતા પૂરનું સંકટ ઘેરાયું છે.  નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે..10 વર્ષમાં રાજ્યમાં બીજી વાર આ વર્ષે ચોમાસાની સિઝનનો 45 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ઈંચ સાથે 137 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.

કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 145.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 140.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની સિઝનનો મધ્ય ગુજરાતમાં 131.63 ટકા   તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 113.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો

ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100  જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ  થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
Technology: તમારું સિમ કાર્ડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું
Technology: તમારું સિમ કાર્ડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
Embed widget