Monsoon: આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની થશે વિધિવત એન્ટ્રી, અંબાલાલે કરી દીધી સ્પષ્ટતા
Gujarat Monsoon Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ હતી

Gujarat Monsoon Prediction: દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, દક્ષિણ ભારતના રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, અને ચોમાસુ ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવે ગુજરાતમાં ચોસાના આગામને લઇને અંબાલાલે મોટી આગાહી કરી છે, આગામી 10 જૂન સુધી ગુજરાતમાં ચોસામુ એન્ટ્રી મારી દેશે. ગુજરાતમાં ચોમાસાની નવી આગાહી આવી ગઈ છે. નબળું પડેલું ચોમાસું 10 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. નૈઋત્યનું ચોમાસું 12થી 16 જૂન સુધીમાં ગુજરાતને આવરી લેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
હાલ લોકલ સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં દેશના દક્ષિણ ભાગોમાં ખાસ કરીને કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ છે. હવે ગુજરાત ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. હાલના દિવસોમાં રાજ્યમાં ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી લોકો બહારાથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે ત્યારે નબળું પડેલુ ચોમાસું 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. ઉપરાંત 12થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. 18 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત હવાની સિસ્ટમ રચાશે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 9 જૂન અણધાર્યો વરસાદ થઈ શકે છે, જે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર જેવાં વિસ્તારોમાં જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ હતી. આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી, જેના પરિણામે તે સ્થિર થયું છે. જોકે, હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે. 8થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન, મહારાષ્ટ્રના વિવિધવિસ્તારોમાં ફળવાથી પબમ વરસાદ જોવા મળી રાકે છે, જે ચોમાસાને ગુજરાત તરફ આગળ વધવા માટે માર્ગ મોકળો કરશે. 10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે, જે ખેડૂતો માટે ખેતીની તૈયારીઓ શરૂ કરવા માટે સંકત આપશે. 12થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.





















