શોધખોળ કરો

Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદઃ હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, ભાવનગર, નર્મદામાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરી છે

તે સિવાય રાજકોટ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ગીર, સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેરા, મહિસાગર, આણંદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ , દમણ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના મતે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.
આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ઉપરવાસમાં તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીના જળસ્તરમાં વધારો થયો હતો. નદીમાં જળસ્તર વધતા બારડોલી રામજી મંદિરથી હાઇવે પર જતાં માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. મીંઢોળા નદી પર આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

હાલ બંગાળની ખાડીમાં એક ડીપ ડીપ્રેશન સર્જાયું છે. હાલ ગુજરાત તરફ આ સિસ્ટમના કારણે ભારે પવન આવી રહ્યાં છે. અહીં આ સિસ્ટમ પહેલા વેલમાર્ક બની બાદ  ડિપ્રેશન અને હવે તે  ડીપ ડિપ્રશનમાં ફેરવાઇ ગઇ છે. જે 24 કલાકમાં બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. જેની અસર બાંગ્લાદેશ મ્યાનમારમાં જોવા મળશે. આ સિસ્ટમના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પવન સાથે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ મધ્ય ભારતને પણ અસર કરશે. જેના કારણે મઘ્ય ભારતમાં વરસાદ થશે. જો કે આ સિસ્ટમની અસરથી ગુજરાતને કોઇ અસર થશે નહીં. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં થોડા પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે. 

3-4 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિઓ વધશે. આ દરમિયાન, કોટા, જયપુર, ભરતપુર ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી

IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન

Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા

Kutch:  કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Nagar Palika Election 2024 | નગરપાલિકાઓની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચારVav By Election 2024 | વાવ બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર, આ તારીખે થશે મતદાનAnand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાVav Assembly Election 2024 | ગેનીબેન સાંસદ બનતા ખાલી પડેલી વાવ બેઠકકની ચૂંટણીની તારીખ થશે જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Kutch:  કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Maharashtra Jharkhand Election Dates: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 20 નવેમ્બરના રોજ મતદાન, 23ના રોજ પરિણામ

'જ્યારે પેજર ઉડાવી શકાય છે તો EVM હેક કેમ ના થઇ શકે?', મુખ્ય ચૂંટણી કમિશનરે આરોપોનો આપ્યો જવાબ

ડિસેમ્બરમાં યોજાઈ શકે છે નગરપાલિકાઓની ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચ  નવેમ્બરમાં કરશે જાહેરાત

WhatsApp: વોટ્સએપે એક મહિનામાં 80 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ, જાણો કારણ?

Embed widget