શોધખોળ કરો

Rain Updates: બારડોલીમાં એક જ રાતમાં 8 ઇંચ વરસાદથી અફડાતફડી, 45 મકાનો પાણીમાં ગરકાવ, લોકો ઘર છોડીને દુર નીકળ્યા

સુરત જિલ્લાના બારડોલીમાં ગઇ રાત્રે એકાએક 8 ઇંચ વરસાદ વરસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બારડોલીમાં ગઇ રાત્રી દરમ્યાન 8 ઈંચ વરસાદ ખાબકતાં આખુ શહેર અને ડીએમનગર બેટમાં ફેરવાઇ ગયુ હતુ

Rain Updates: રાજ્યમાં વરસાદનો ચોથા રાઉન્ડ શરૂ થઇ ગયો છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી એકવાર તબાહી મચાવી દીધી છે. ત્રીજા રાઉન્ડમાં વરસાદે જુનાગઢ અને સૌરાષ્ટ્રના બીજી કેટલાક સ્થળો પર તબાહી મચાવી હતી, હવે ચોથા રાઉન્ડમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના બારડોલીમાં ગઇ રાત્રે એકાએક 8 ઇંચ વરસાદ વરસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બારડોલીમાં ગઇ રાત્રી દરમ્યાન 8 ઈંચ વરસાદ ખાબકતાં આખુ શહેર અને ડીએમનગર બેટમાં ફેરવાઇ ગયુ હતુ. વરસાદી પાણીનો કહેર શાસ્ત્રી રૉડ પર આવેલ ડીએમનગરમાં જોવા મળ્યો હતો, અહીં 45 જેટલા મકાનોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે લોકોને પોતાના ઘરમાંથી અન્ય સુરક્ષિત સ્થળો પર જવા મજબૂત થવુ પડ્યુ હતુ.

Rain Updates: બારડોલીમાં એક જ રાતમાં 8 ઇંચ વરસાદથી અફડાતફડી, 45 મકાનો પાણીમાં ગરકાવ, લોકો ઘર છોડીને દુર નીકળ્યા

રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી - 

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે.

આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આગામી 3 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

નવસારી તાલુકમાં રાત્રે છ કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 11 ઈંચ વરસાદથી નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. નવસારી જિલ્લામાં અગાઉથી જ શાળામાં રજા જાહેર કરાઈ ચૂકી છે. ભારે વરસાદના કારણે નવસારીના માછી માર્કેટમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરાયું હતું. રાત્રે અનેક પોશ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. નવસારીના કાલીયાવાડીના આદર્શનગર, શાંતિવન સોસાયટી, ભૂતફળિયા અને રાજીવનગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અનેક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ને તમામ શાળામાં રજા જાહેર કરી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારીમાંથી પસાર થતી નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.  પૂર્ણા નદીની સપાટી 22 ફૂટ ને પાર કરી ગઈ છે. પૂર્ણા નદી એની ભયજનક સપાટી થી 1 મીટર દૂર છે. નીચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો. વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું થયું હતું. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget