શોધખોળ કરો

Rain: રાજ્યમાં વરસાદનો નેક્સ્ટ રાઉન્ડ શરૂ, આગામી પાંચ દિવસ ક્યાં-ક્યાં પડશે વરસાદ, વાંચો આગાહી.....

આજે મળેતા તાજા હવામાન અપડેટ વિશે વાત કરીએ તો, રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે.

Rain Updates: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. હવે વરસાદ અંગે ફરી એકવાર આજે મોટુ અપડેટ સામે આવ્યુ છે. તાજા રિપોર્ટ્સ અંગે આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા અમૂક અમૂક વિસ્તારો પૂરતી રહેશે, જેમાં ક્યાંક સામાન્ય તો ક્યાંય મધ્યમ કક્ષાનો વરસાદ વરસી શકે છે. 

આજે મળેતા તાજા હવામાન અપડેટ વિશે વાત કરીએ તો, રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. રેઇન અપડેટ્સમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડી શકે છે, જ્યારે ભારે વરસાદની શક્યતા નહિવત છે, ક્યાંક ક્યાંક રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ વાત છે કે, આવતીકાલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. સાયક્લૉનિક સર્ક્યૂલેશનના કારણે આવું રહેશે, આ વખતે નર્મદા, ખેડા, ગાંધીનગર, દાહોદના ઓછો વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં કુલ 94 ટકા સુધી વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં આગાહી વચ્ચે આ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ

વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. જામનગર, બનાસકાંઠા, દાહોદમાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના પંચવટી, પટેલ કોલોની, શરૂ સેક્શન, બેડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. લીમખેડા, દેવગઢ બારિયા, ઝાલોદ, ધાનપુર, લીમખેડા, સંજેલી, ફતેપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમેદપુર, જીવનપુર, બોલુન્દ્રા સહિત પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સોમવાર, 21 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં હળવા વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, મંગળવાર 22 ઓગસ્ટ અને બુધવાર 23 ઓગસ્ટે ભારે વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે. સોમવારે, 21 ઓગસ્ટના રોજ, દિલ્હીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

મધ્યપ્રદેશમાં પણ વરસાદની પ્રક્રિયા ચાલુ છે. 20 ઓગસ્ટ, રવિવારના રોજ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. IMD અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો સમયગાળો રહેશે. આ સાથે ગ્વાલિયર સહિત ઝોનના અન્ય જિલ્લાઓમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. રાજ્યના જોધપુર, બિકાનેર, ઝાલાવાડ, પાલી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન એજન્સી અનુસાર, તેલંગાણા, મરાઠવાડા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળમાં હળવો વરસાદ પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget