Rain Weather : ગુજરાતમાં આ દિવસથી વરસાદ થશે બંધ, જાણો હવામાન વિભાગનું અનુમાન
ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થયા બાદ બીજા રાઉન્ડમાં પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી. જો કે બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
Rain Weather :ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થયા બાદ બીજા રાઉન્ડમાં પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી. જો કે બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
સૌરાષ્ટ્રમાં સહિત આ વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ વરસ્યો. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજ અને કાલ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટશે. જો કે ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.
રાજસ્થાન પર જે લો પ્રેશર સિસ્ટમ હતી, તે હવે નબળી પડી ગઇ છે.જેના કારણે હવે આજે અને કાલે વરસાદનું જોર ઘટી જશે. જો કે છૂટછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને કેરળ સુધીના દરિયા કાંઠે પણ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે આગામી બે દિવસ બાદ પણ જેના કારણે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં હવે વરસાદની જોર હવે ઘટશે. જો કે હજુ પણ ઉત્તર ગુજરાત દક્ષિણમાં હળવાથી સામાન્ય છૂટછવાયો વરસાદ રહેશે.
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ
બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ
ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ
ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ
ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ
જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ
સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ