શોધખોળ કરો
રાજ્યના આ શહેરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, વરસાદ સાથે કરા પડ્યા
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે આજે સર્વત્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે આજે સર્વત્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા અહીં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. કપરાડાના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા છે. માતુનિયા અને દાબખલ સહિતના આસપાસના ગામોમાં કરા પડ્યા હતા. કમોસમી વરસાદ અને કરાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ના જીવ તાળવે ચોંટયા છે.
વધુ વાંચો





















