શોધખોળ કરો
Advertisement
રાજ્યના 168 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો વરસાદ પડ્યો ?
બનાસકાંઠાના વાવમાં સાડા નવ ઈંચ વરસાદ, થરાદમાં સાત ઈંચ અને દીયોદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડા, વલસાડ, ડાંગ અને સાબરકાંઠામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે. કચ્છ, રાજકોટ, અમદાવાદ, સુરત, વલસાડ, ભાવનગર, ગીરસોમનાથ, બનાસકાંઠા, નવસારી, ડાંગ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ પડ્યો છે.
બનાસકાંઠાના વાવમાં સાડા નવ ઈંચ વરસાદ, થરાદમાં સાત ઈંચ અને દીયોદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતના ઉમરપાડા, વલસાડ, ડાંગ અને સાબરકાંઠામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડના કપરાડામાં 5 ઈંચ, ઉમરપાડામાં સાડા ત્રણ ઈંચ, અંકલેશ્વવરમાં સાડા ત્રણ ઈંચ, ધરમપુરમાં સાડાત્રણ ઈંચ, નેત્રંગમાં 3 ઈંચ, બાવળામાં 3 ઈંચ, માંગરોળમાં 3 ઈંચ, પારડીમા 3 ઈંચ, દેડીયાપાડામાં અઢી ઈંચ, ચોટીલામાં અઢી ઈંચ, ધોળકામાં અઢી ઈંચ, ભરૂચના વાલિયામાં અઢી ઈંચ, ખેરગામમાં 2 ઈંચ,વઘઈમાં 2 ઈંચ, રાજકોટમાં 2 ઈંચ, નાંદોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે મેઘરાજા મહેરબાન થશે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion