શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ, સાબરકાંઠાના તલોદમાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદન નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં સૌથી વધારે 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદન નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં સૌથી વધારે 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.  સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે.  સાબરકાંઠાના વિજયનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે.  વરસાદના પગલે વિજયનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.  રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  ખેડબ્રહ્મા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે.  વરસાદના પગલે રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત પાંચમા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.  વહેલી સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરતા પાલનપુર, ડીસા, દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા તાલુકામાં વરસાદ વરસ્યો છે.  છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. ત્યારે હવે મોડે- મોડે પણ વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશ થયા છે.  આ વરસાદ ખેડૂતોના મગફળી, બાજરી,જુવાર સહિતના ખરીફ પાકો માટે કાચા સોના સમાન સાબિત થશે.  આ તરફ ભીલડી અને પાલનપુર સહિતના પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક સોસાયટી અને રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.  હાલ બનાસકાંઠામાં સરેરાશ 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. 

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે. 

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ધોધમાર વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયો છલકાયા છે.  હાલમાં લાઠી તાલુકાનો સૌથી મોટો ભાદાણી ચેકડેમ ઉપરવાસ અને જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે.  ભાદાણી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.  ગાગડીયા નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે.  જિલ્લાના સરોવરો અને મોટા ચેકડેમો  છલકાતા આસપાસના લાઠી,કેરીયા,અકાળા,દુધાળા સહિતના ગામોના ખેડૂતોને મોટો ફાયદો થશે.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદથી ઉના- દીવ અને ગીર ગઢડાને પાણી પૂરૂ પાડતો રાવલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. રાવલ ડેમ સંપૂર્ણ ભરાતા લેવલ જાળવવા હાલ એક દરવાજાને 0.15 મીટર ખોલવામાં આવ્યો છે.  ડેમનો એક દરવાજો ખોલાતા ઉના અને ગીર ગઢડા તાલુકાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Embed widget