શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ, બરવાળામાં પોણા આઠ ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ  વરસ્યો હતો. તે સિવાય બોટાદના બરવાળામાં પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ  વરસ્યો હતો. તે સિવાય બોટાદના બરવાળામાં પોણા આઠ ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં સવા છ ઈંચ, બોટાદ તાલુકામાં સાડા પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં સાડા પાંચ ઈંચ, જામનગરના જોડીયામાં સાડા પાંચ ઈંચ, ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં પાંચ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં સવા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ચાર ઈંચ, બોટાદના રાણપુરમાં પોણા ચાર ઈંચ, કચ્છના ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, આણંદના બોરસદમાં સવા ત્રણ ઈંચ, કચ્છના અંજારમાં ત્રણ ઈંચ, આણંદના પેટલાદમાં ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં ત્રણ ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, મોરબીના માળીયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય અમદાવાદના ધોલેરામાં અઢી ઈંચ, ભાવનગરના સિહોરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં સવા બે ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં સવા બે ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં સવા બે ઈંચ, મોરબી તાલુકામાં સવા બે ઈંચ, ચોટીલા, વઢવાણમાં સવા બે ઈંચ, ભચાઉ, વાંકાનેરમાં સવા બે ઈંચ, કલ્યાણપુર, તારાપુરમાં બે બે ઈંચ, અબડાસા, ભૂજ, રાપરમાં પોણા બે ઈંચ, જામનગર, દ્વારકામાં પોણા બે ઈંચ, પાટણ ખંભાળીયામાં પોણા બે ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઈંચ, 30 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદના કારણે રાજ્યમાં 18 લોકોના મોત

રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા  છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

બીજી ગઇકાલે બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. બરવાળા,રાણપુર, ગઢડામાં ધોધમાર વરસાદના કારણે  જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં બોટાદ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. જ્યોતિગ્રામ સર્કલ પાસે તો ઘૂંટણસમા પાણી ભરાતા વાહનવ્યહાર બંધ કરવો પડ્યો હતો. સચિન વિલા સોસાયટીમાં પાણી ભરાતા ટ્રેક્ટરથી રહીશોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.

11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા  છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો

Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા

સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત

Embed widget