શોધખોળ કરો
Advertisement
રાજ્યના 94 તાલુકામાં મેઘમહેર, છોટાઉદેપુરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ
સવારથી અત્યારસુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના કુલ 94 તાલુકામાં વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર: સવારથી અત્યારસુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના કુલ 94 તાલુકામાં વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પાવી જેતપુરમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં 9 ઇંચ પડ્યો હતો. પાવી જેતપુર 7.5 ઈંચ, કવાંટ 5 ઈંચ, પંચમહાલવા જાંબુધોડા 3.5 ઈંચ, દાહોદના ધનપુર 3.5 ઈંચ,દાહોદના સીંગવાડ 3 ઈંચ અને પંચમહાલ ગોધરામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. 8 અને 9 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને લઈને આણંદ, ખેડા અને વડોદરામાં રેડ અલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રમાં 10 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમા પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement