શોધખોળ કરો

Gujarat Rain: દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો, ઝાલોદ, લીમડી સહિતના વિસ્તારોમાં વરસાદ 

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  દાહોદ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે.

દાહોદ: ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  દાહોદ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો છે.  દાહોદ,  ઝાલોદ, લીમડી, મીરખેડી સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત  અનેક વિસ્તારમા ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  વરસાદને પગલે વાતવરણમા ઠંડક પ્રસરી છે.  વરસાદને પગલે અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત મળી છે.  

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે વરસાદની લઈને ફરી એક વખત આગાહી કરી છે.  રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 21 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં વરસાદ વરસશે.  

22 ઓગસ્ટના  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક હળવો વરસાદ રહેશે. મધ્ય પ્રદેશમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં હાલ સુધી 93.5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

વરસાદને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.  પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમા બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે.  જેના કારણે ગુજરાત ઉપર 700 HPના મિડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે.  તેના કારણે 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામા 1 થી  4 ઈંચ જેટલો વરસાદ વરસશે. 

ગુજરાતમાં  20, 21, 22 ઓગ્સ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે.  છોટાઉદેપુર ,રાજપીપળા, દાહોદ , ગોધરા, અમદાવાદ , મહિસાગર , બરોડ , ગાંધીનગર અને ખેડામાં 1 થી 4 ઈંચ જેટલા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, વાપી , ડાંગ , તાપી, બિલીમોરા અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.   ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  23 તારીખથી મોન્સુન બ્રેક આવશે. 

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget