શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લાના ધારી પથંકમાં વરસાદી ઝાપટા, લોકોને મળી ગરમીથી રાહત

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

અમરેલી: હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના  ધારી પંથકમાં વાતાવરણ પલટાયું હતું. બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ધારીના ખીચા ગામમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.  અમરેલી જિલ્લામાં ભારે બફારા બાદ કેટલાક વિસ્તારોમા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ધારી પંથકમાં વરસાદની એન્ટ્રી થતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.  

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જામનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં જામકંડોરણમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે. 

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  જામકંડોરણાના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા,  ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

ચરેલ ગામે ભારે પવન સાથે  વરસાદ શરૂ થયો છે. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. ચરેલ ગામે અંદાજિત 1.5  ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે.  સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે.   8 થી 12 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આાગાહી? 

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસશે. વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

તારીખ 10 જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે.  મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.  વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

Embed widget