Amreli Rain: ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે.
અમરેલી: અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. ધારીના સરસીયા, ખોખરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. બાબરા શહેરમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ગરમી અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્યમાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. ખાંભાના ભૂંડણી, બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે પણ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે.
આગામી સાત દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસા (Monsoon)ને લઈને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.
આજે (18 જૂન):
- જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ (Rain)ની શક્યતા છે.
19મી જૂન:
- ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થવાની શક્યતા છે.
- જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ (Rain) થઈ શકે છે.
20મી અને 21મી જૂન:
- વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ (Rain) થવાની શક્યતા છે.
- જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ (Rain) થવાની શક્યતા છે.