શોધખોળ કરો

Gujarat Rain Update:રાજ્યના 108 તાલુકામાં મનમૂકીને વરસ્યો વરસાદ, ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં આજે 108 તાલુકામાં વરસ્યો વરસાદ વરસ્યો. જાણીએ વધુ વિગત

Gujarat Rain Update: આજના દિવસમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો, આજે આઠ તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આજે વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઈંચ વરસાદ વરસ્યો. આજે પારડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો તો  ભેંસાણમાં  સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો,  ખેરગામમાં અઢી ઈંચ, વ્યારામાં 2.28 ઈંચ, જૂનાગઢમાં 2.9 ઈંચ, જૂનાગઢમાં  2.09 ઈંચ, વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ, સોનગઢમાં 1.73, મહુવામાં 1.54 ઈંચ,વલસાડમાં 1.42 ઈંચ, પલસાણામાં 1.38 ઈંચ, વાલોડમાં 1.38 ઈંચ, વઘઈમાં 1.38 ઈંચ, નવસારીમાં 1.26 ઈંચ, વાંસદામાં 1.22 ઈંચ,બારડોલીમાં 1.18 ઈંચ, વાપીમાં 1 ઈંચ,  કામરેજમાં 1.06 ઈંચ, ડોલવણમાં એક ઈંચ, સુબીર, અમરેલીમાં એક-એક ઈંચ, આજે ડાંગ,ચીખલી, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.

અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર

અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે કાળા ડિંબાગ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી, બપોરના સમયે ઘેરા વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં વિઝિબિટીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોએ વાહનોની ગતિ ધીમી કરવાની ફરજ પડતાં રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રાફિર અવરોધાયો હતો. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણ ખુશનૂમા બન્યુ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.

અડધા કલાકના વરસાદમાં અનેક વિસ્તારમાં  પાણી ભરાયા છે. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, સોલા, પકવાન, નવરંગપુરા, અખબારનગર, રાણીપ, વાડજ, થલતેજ, સાયન્સ સિટી, શેલા, શીલજ બોપલ, પૂર્વના શાહીબાગ, મણિનગર, પાલડી, મેઘાણીનગરમાં વરસાદ વરસતાં અનેક રોડ પાણી પાણી થઇ ગયા છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી 25 ઓગસ્ટથી વરસારનું જોર વધશે,. અમદાવાદમાં પણ 25થી 28 વચ્ચે વરસાદનું પ્રમાણ વધશે અને ઓગસ્ટના અંત સુધી મધ્યમ વરસાદ વરસતો રહેશે

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

જૂનાગઢ જિલ્લામાં આજે મેઘરાજાએ ધુવાધાર બેટિંગ  કરી, સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે જૂનાગઢમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે.  શહેરમાં વરસ્યો 2.09 ઈંચ,વડિયામાં 1.77, વંથલીમાં 1.73 ઈંચ,સોનગઢમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં વિઝિબિલિટી પણ ડાઉન થઇ હતી જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ભારે વરસાદના કારણે વાહન વ્યવવહાર અવરોધાતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઝાંઝરડા રોડ પર ગરનાળામાં પાણી ભરાયું છે. ભવનાથ તરફ જતા રસ્તા પર પણ પાણી ભરાયા છે. જૂનાગઢના માળિયા હાટીનામાં અંડરબ્રિજ  સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદથી આખો અંડરબ્રિજ થયો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નોંધનિય છે કે, 3.5 કરોડના ખર્ચે  અંડરબ્રિજ પાણીમાં તૈયાર થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget