શોધખોળ કરો

Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં

Rain Forecast:રાજ્યમાં હાલ ચોમાસુ પુરજોશમાં જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Forecast:હાલ ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં ચોમાસુ પુરજોશમાં જામ્યું છે. છેલ્લા 2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના વ્યારામાં વરસાદ નોંધાયો  છે. વ્યારામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતાં ખેતરો રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.

2 કલાકમાં રાજ્યના 51 તાલુકામાં ધોધમાર વરસાદ

  • 2 કલાકમાં તાપીના વ્યારામાં 2 ઈંચ વરસાદ
  •  સુરતના બારડોલીમાં સવા 1 ઈંચ વરસાદ
  •  તાપીના વાલોડમાં સવા 1 ઈંચ વરસાદ
  •  તાપીના ડોલવણમાં સવા 1 ઈંચ વરસાદ
  •  તાપીના સોનગઢમાં સવા 1 ઈંચ વરસાદ
  •  બનાસકાંઠાના દાંતામાં 1 ઈંચ વરસાદ
  • સુરત શહેરમાં પોણા 1 ઈંચ વરસાદ
  •  ડાંગના સુબિરમાં પોણા 1 ઈંચ વરસાદ
  •  સુરતના પલસાણામાં પોણા 1 ઈંચ વરસાદ

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યભર મેઘરાજા જમાવટ કરે તેવો અનુમાન છે. આજની વાત કરીએ તો  અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની શક્યતાને જોતો હવામાન વિભાગે આ જિલ્લામાં   વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં  નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. આ બંને જિલ્લામાં વરસાદની તીવ્રતાની શકયતાને જોતા ઓરેંજ  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા સુરત તાપી ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. અહી હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આજે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત  દીવ, આણંદ, ભરુચમાં ભારે વરસાદની શકયતાને જોતા   યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદની આગાહી દરમિયાન છેલ્લા  2 કલાકમાં રાજ્યના 51 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ભિલોડામાં નદી-નાળામાં પાણીની આવક થઇ છે. ઈન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીરની આવક થઇ છે.  ભારે વરસાદથી છોટાઉદેપુરમાં પાવીજેતપુર પાસેના વસવા કોતરમાં નવા નીરની આવક થઇ છે.ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક થતાં વલસાડના મધુબન ડેમમાં જળસ્તરમાં વધારો થયો છે.  મધુબન ડેમના 8 દરવાજા ખોલી પાણી છોડાયું છે. મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે.  ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની બની છે. દમણગંગા નદી કાંઠા વિસ્તારને સતર્ક કરાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
Embed widget