Jetpur News: જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કોની કરવામાં આવી નિમણુંક? જાણો
Pramodbhai Trada: પીઢ રાજકીય આગેવાન પ્રમોદભાઈ ત્રાડા ની શહેર કોંગ્રેસ પ્રમુખ નિમણુંક થતા જેતપુર કોંગ્રેસમા પ્રાણ ફૂંકાયા છે.
Rajkot News: લોકસભા ચૂંટણી પહેલા રાજ્યાં કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ પદ માટે પ્રમોદભાઈ ત્રાડાના નામની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
પ્રમોદભાઈ ત્રાડા જેતપુર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અનેક હોદ્દા ઉપર રહી ચુક્યા છે. પીઢ રાજકીય આગેવાન પ્રમોદભાઈ ત્રાડા ની શહેર કોંગ્રેસ પ્રમુખ નિમણુંક થતા જેતપુર કોંગ્રેસમા પ્રાણ ફૂંકાયા છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં પક્ષપલટોની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ કેટલાક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખભાઇ ગુજરાતી ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ધનસુખભાઈ ગુજરાતીએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. સુરત ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધનસુખભાઇ ગુજરાતીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને વર્તમાન સાબરડેરી ડિરેક્ટર વિપુલ પટેલે બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરી લેતા સાબરડેરીમાં ટકી રહેવાની જીજીવિષા અને કોંગ્રેસનું રામ મંદિર માટેનું સ્ટેન્ડ જૂના કોંગ્રેસીઓને પણ હચમચાવી ગયાનું બહાર આવ્યું છે. વિપુલ પટેલે પોતાની સાથે 25થી વધુ મંડળીઓના ચેરમેન સહિત 500થી વધુ ટેકેદારો ભાજપમાં જોડાયાનું જણાવ્યું હતું.