(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં PGVCLની પરીક્ષામાં પેપરના સીલ ટુટેલા હોવાનું નિરીક્ષકે કબલ્યું, પણ સીલનું મહત્વ....
રાજકોટઃ રાજ્યમાં સરકારી ભરતીઓ માટે લેવામાં આવતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બને છે.
રાજકોટઃ રાજ્યમાં સરકારી ભરતીઓ માટે લેવામાં આવતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બને છે. ત્યારે હવે ફરી વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ લાગ્યો છે. રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફૂટ્યા હોવાનો આરોપ ખુદ પરીક્ષાર્થીઓએ જ લગાવ્યો છે. 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે, તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું.
પેપરમાં કુલ ત્રણ પ્રકારના સીલઃ
પરીક્ષાર્થીઓના આ આક્ષેપો સામે હવે પીજીવીસીએલની પરીક્ષાના નિરીક્ષક મયુર પંડિતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "ઉમેદવારોને આપવામાં આવેલા પેપરના સીલ તૂટેલા હતા. કેન્દ્રના અલગ-અલગ વર્ગખંડમાં ઉમેદવારોના પેપરના સીલ ટુટેલા નિકળ્યા હતા. જો કે, પેપરમાં કુલ ત્રણ પ્રકારના સીલ રાખવામાં આવે છે. પ્રથમ પરીક્ષા મટીરીયલનું બોક્સ હોય એમાં સીલ લાગતું હોય છે. ત્યારબાદ વર્ગખંડમાં આવતા પેપરનું સીલ લાગતું હોય છે અને ઉમેદવારોને આપવામાં આવતા પેપરમાં પણ સીલ લાગેલું હોય છે."
પેપરનું સીલ ટુટેલુ હતુંઃ
નિરીક્ષકે નિવેદનમાં વધુમાં જણાવ્યું કે, "જો, કે પ્રથમ બે સીલ બરાબર હતા અને તે તુટેલા નહોતા પરંતુ ઉમેદવારોને આપવામાં આવતા પેપરનું સીલ ટુટેલુ હતું. પરંતુ એ સીલનું ખાસ મહત્વ નથી હોતું" આમ પેપરમાં કોઈ ગેરરીતિ થઈ હોય તેવી કોઈ શક્યતા ન હોવાનો દાવો પરીક્ષા નિરીક્ષકે કર્યો હતો.
પેપરનું કવર સીલ પેક, પણ પેપરના સીલ તૂટેલા
એક પરીક્ષાર્થીએ નિવેદન આપતા કહ્યું કે પરીક્ષાખંડમાં જયારે પેપર આવ્યાં ત્યારે પપેરના કવર સીલ પેક હતા, એટલે કે કવરના સીલ તૂટેલા ન હતા, પણ જયારે અંદરથી પેપર કાઢવામાં આવ્યા અને પરીક્ષાર્થીઓના હાથમાં આવ્યા ત્યારે આ પરીક્ષાર્થીના બ્લોકમાં ત્રણ પરીક્ષાર્થીઓના પેપરના સીલ તૂટેલા હતા અને અન્ય બ્લોકમાં આવા 17 પેપર સીલ તૂટેલા મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ