(Source: ECI/ABP News/ABP Majha)
Nepal Plane Missing : 4 ભારતીયો સાથે ગુમ થયેલ નેપાળનું વિમાન મુસ્તાંગ જિલ્લામાંથી મળી આવ્યું : ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ચીફ
Nepal Plane Missing : વિમાનમાં 4 ભારતીય અને 3 જાપાની નાગરિકો સવાર છે. બાકીના નેપાળી નાગરિકો હતા અને પ્લેનમાં ક્રૂ સહિત 22 મુસાફરો હતા.
Nepal Plane Missing : ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના વડાએ જણાવ્યું હતું કે, તારા એરનું 9 NAET ટ્વીન-એન્જિન એરક્રાફ્ટ, જેનો રવિવારે સવારે ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો તે મુસ્તાંગ જિલ્લાના કોવાંગ ગામમાં મળી આવ્યું છે, સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો છે. એરપોર્ટ ચીફ સુરહરે કહ્યું કે પ્લેનની સ્થિતિ હજુ સુધી જાણી શકાઈ નથી.
સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે તારા એરનું 9 NAET ટ્વીન-એન્જિનવાળું એરક્રાફ્ટ 22 મુસાફરો અને ક્રૂ સાથે સવારે 9:55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી રહ્યું હતું અને ATC સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 22 મુસાફરોમાંથી 4 ભારતીય હતા જ્યારે 3 જાપાનના નાગરિક હતા જ્યારે બાકીના નેપાળના નાગરિક હતા.
"A Nepali Army Mi-17 helicopter has recently left for Lete, Mustang, which is the suspected crashed region of the missing Tara Air aircraft (with 22 onboard)," said Narayan Silwal, spokesperson for Nepali Army
— ANI (@ANI) May 29, 2022
સ્થાનિક લોકોએ નેપાળ સેનાને આપેલી માહિતી અનુસાર, તારા એરનું વિમાન મનપતિ હિમાલ ભૂસ્ખલન હેઠળ લમચે નદીના પર ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી અનુસાર સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે નેપાળ આર્મી જમીન અને હવાઈ માર્ગે ઘટનાસ્થળ તરફ આગળ વધી રહી છે.
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ એએનઆઈને જણાવ્યું હતું કે, "વિમાનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક થયો ન હતો."
નેપાળના ગૃહ મંત્રાલયે ગુમ થયેલા વિમાનને શોધી કાઢવા માટે મુસ્તાંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. સર્ચ ઓપરેશન માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, જોમસોમ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલરે જણાવ્યું હતું કે તેમને ઘાસા, જોમસોમમાં મોટા અવાજ વિશે અપ્રમાણિત અહેવાલ મળ્યો હતો. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ પુષ્ટિ કરી કે પ્લેન ગુમ થયું છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.