શોધખોળ કરો
Advertisement
રાજ્યસભા ચૂંટણીઃ CM રૂપાણીનો પ્રહાર, કહ્યું- કોંગ્રેસના ધારાસભ્યો સ્વિમિંગ પુલમાં ધૂબાકા મારે છે
ભાજપમાં ક્રોસ વોટિંગ થવાનું નથી અને ભાજપના સભ્યો પાર્ટી સાથે જ રહેશે. ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે, માત્ર ઐપચારિકતા જ બાકી છે. છોટુ વસાવા અને મહેશ વસાવાનો મત ભાજપને જ મળશે તેમ પણ રૂપાણીએ જણાવ્યું.
ગાંધીનગરઃ ગુજરાતમાં 4 બેઠકો માટે 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ભાજપે 3 અને કોંગ્રેસે 2 બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી રાજ્યસભાનો જંગ રોચક બનવાની શક્યતા છે. ભાજપે છેલ્લી ઘડીએ પાટીદાર નેતા નરહરિ અમીનને ટિકિટ આપી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. ભાજપ દ્વારા હોર્સ ટ્રેડિંગના ડરથી કોંગ્રેસે તેના ઉમેદવારોને રાજસ્થાનના જયપુરમાં એક રિસોર્ટમાં મોકલ્યા હતા. તેમ છતાં પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.
આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે માત્ર મતદાનની જ પ્રક્રિયા બાકી છે. કોંગ્રેસ દ્વારા જૂઠ્ઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ જવાબદારીમાંથી છટકનારી પાર્ટી
રૂપાણીએ એમ પણ કહ્યું કે, ડરેલા કોંગ્રેસના ધારાસભ્યો જયપુરથી છત્તીસગઢ ભાગી રહ્યા છે. કોંગ્રેસ જવાબદારીમાંથી છટકનારી પાર્ટી છે. કોંગ્રેસના ધારાસભ્યો સ્વિમિંગ પુલમાં ધૂબાકા મારે છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતાં આંતરિક જૂથબંધી સામે આવી છે. કોંગ્રેસની સ્થિતિ જોઈ હાઇકમાન્ડ દોડતા થઈ ગયા છે.
ભાજપમાં ક્રોસ વોટિંગ નહીં થાય
ભાજપમાં ક્રોસ વોટિંગ થવાનું નથી અને ભાજપના સભ્યો પાર્ટી સાથે જ રહેશે. ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે, માત્ર ઐપચારિકતા જ બાકી છે. છોટુ વસાવા અને મહેશ વસાવાનો મત ભાજપને જ મળશે.
રાજ્યસભા ચૂંટણીઃ BJPના કયા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા, જાણો વિગતે
કેરળ પોલીસે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવા કર્યો શાનદાર ડાન્સ, Video થયો વાયરલ
રાજ્યસભા ચૂંટણીઃ TMCના કયા કયા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, એકનું છે ગુજરાત કનેકશન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement