પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
મજુભાઈ આગળ કહ્યું કે, મજબૂત સંગઠનને તોડવા પ્રયાસ થતા હોય છે. ચૂંટણી હોય એટલે રાજકીય વાત થતી હોય છે. સંકલન સમિતિના સભ્યો વાણીવિલાસમાં ધ્યાન રાખશે.
Ramjubha On P.T. Jadeja: પી.ટી જાડેજાના આરોપ બાદ સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજીને અનેક ખુલાસા કર્યા છે. રમજુભાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થ છે. તેમણે સહયોગ આપનાર તમામ સમાજનો આભાર માન્યો હતો. પી.ટી. જાડેજા મુદ્દે રમજુભાએ ખુલાસો કર્યો કે, તેમણે રાજીનામું આપ્યું નથી. પી.ટી.જાડેજાએ ચિંતામાં નિવેદન આપ્યું હતું. પી.ટી.જાડેજા સાથેનો પ્રશ્ન આંતરિક પ્રશ્ન હતો. પી.ટી.જાડેજાએ રાજીનામું નથી આપ્યું અને પી.ટી.જાડેજા સંકલન સમિતિ સાથે જ છે.
રમજુભાઈ આગળ કહ્યું કે, મજબૂત સંગઠનને તોડવા પ્રયાસ થતા હોય છે. ચૂંટણી હોય એટલે રાજકીય વાત થતી હોય છે. સંકલન સમિતિના સભ્યો વાણીવિલાસમાં ધ્યાન રાખશે. હવે સામાજિક વાત તરફ આગળ વધવાનું છે. પી.ટી.જાડેજા સાથેની ગેરસમજણ દૂર થઈ છે. સંકલન સમિતિમાં એક વ્યક્તિ નિર્ણય નથી કરતાં.
પીટી જાડેજા સંકલન સમિતિ સાથે જ છે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચા થઈ ગઈ છે. કોઈ સરકાર કે પક્ષ કે વ્યક્તિના વિરોધ નહીં પરંતુ દેશમાં જે વાણી વિલાસ થયો છે તેને વિરોધમાં લડત હતી. અમે હવે દરેક વ્યક્તિને કહ્યું કે હવે વાણી વિલાસ ન થાય તેનું ધ્યાન રાખવું. પહેલાય સાથે જ હતા અને અત્યારે પણ સાથે જ છે જે ગેર સમજન હતી તે દૂર થઈ ગઈ છે. અમે કોઈ પક્ષના સમર્થન કે વિરોધ હતો નહીં અમારે અમારી લડત મહત્વની છે અને અમારી સામાજિક લડત ચાલુ રહેશે. અમને અત્યારસુધી જે રીતે લોકોએ સાથ આપ્યો છે તે રીતે આ લોકોનો સહકાર આપશે તેમ પ્રજાના હિતમાં આ લડત ચાલુ રહેશે. જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે તેવું કશું નથી.
નોંધનીય છે કે, ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના સુર બદલાયા હતા. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં. જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી હતી. એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.