Ram Mandir Pran Pratishtha: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ નહીં થાય સામેલ, ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કહી આ મોટી વાત
Ram Mandir Pran Pratishtha: કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે. જેને લઈ હવે કોંગ્રેસમાં જ વિવાદ શરૂ થયો છે.
Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે. જેને લઈ હવે કોંગ્રેસમાં જ વિવાદ શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અંગે ટ્વિટ કર્યુ છે.
શું લખ્યું મોઢવાડિયાએ
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.
भगवान श्री राम आराध्य देव हैं।
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
શક્તિસિંહ ગોહીલે શું કહ્યું
શક્તિસિંહ ગોહીલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે. મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય. પુરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું.
કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે . દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે . રામ મંદિર ને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય… pic.twitter.com/1zcZTzbqJ9
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) January 10, 2024
કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું હતું. કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત રહી છે, પરંતુ વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. તેમણે વધુમાં કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે અર્ધ-નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. માનનીય સર્વોચ્ચ અદાલતના 2019ના નિર્ણયને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને, મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરીએ આ કાર્યક્રમ માટે BJP અને RSSના આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો. હકીકતમાં, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 6 હજારથી વધુ લોકો ભાગ લેશે.
Here is the statement of Shri @Jairam_Ramesh, General Secretary (Communications), Indian National Congress. pic.twitter.com/JcKIEk3afy
— Congress (@INCIndia) January 10, 2024