કોરોનાએ પરિવારનાં 5-5 લોકોનો ભોગ લીધો છતાં એમ્બ્યુલન્સ પાયલોટે દરદીઓને પહોંચડવાનું કામ ચાલુ રાખ્યું.........
ગોધરામાં 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે
ગોધરાઃ ગુજરાતમાં કોરોનાના કેસ થોડા દિવસથી ઘટી રહ્યા છે. કોરોના કાળમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ આ દરમિયાન પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યો કોરોનાનો કોળિયો બન્યા હોવા છતાં 108 ટીમ પાયલોટ અરવિંદભાઈ બારીયાએ ફરજ ઉપર હાજર થઈને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પરુ પાડ્યું છે.
ગોધરામાં 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રવીણભાઈ બારીયા મૂળ મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે ત્યારે હાલ પાછલા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.
થોડા દિવસો પહેલા પ્રવીણભાઈના માતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પ્રવીણભાઈએ હિંમત ન હારી અને પોતાના માતા પિતાને ઈલાજ માટે હોસ્પિટલ દાખલ કર્યા અને માતા પિતાના ઈલાજ વચ્ચે પણ પોતાની ફરજ સેવા કાર્ય યથાવત રાખી. પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી દરમિયાન 21 એપ્રિલના રોજ અવસાન પામ્યાં હતા. પ્રવીણભાઈને આ દુઃખની ઘડીની કળ વળી નહોતી ત્યાં 25 એપ્રિલના રોજ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ માતા કમળાબેન તેમજ સગા કાકા-કાકી અને કાકાનો પુત્ર એમ ચાર લોકો અવસાન પામ્યાં. એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનને લઇ પ્રવીણભાઈ પર આભ તૂટી પડ્યું હતું. પોતાના પિતાની ચિતા ઠંડી નહોતી થઈ ત્યાંજ કોરોનામા મૃત્યુ પાલ માતા અને સગા કાકા-કાકી તેમજ કાકાના દીકરાને ચિતા આપવાનો વારો આવ્યો હતો.
આટલા ટૂંકા ગાળામાં પોતાના પરિવારજનો ગુમાવનારના માથે આભ તૂટી પડ્ હતું, પરંતુ મજબૂત મનોબળ ધરાવતા આ 108 ઇમર્જન્સી સેવાના પાયલોટ પ્રવીણભાઈએ માનવસેવા ધર્મ સર્વોપરી ગણાવી પોતાના પરિવારના સભ્યોની અત્યેષ્ઠ ક્રિયા પતાવી ફરી ફરજ પર હાજર થઈ ગયા હતા. કોરોના મહામારીએ તેમના માતા-પિતા તેમજ પરિવારના અન્ય ત્રણ સભ્યોના જીવ લીધા ત્યારે અન્ય કોઈ કોરોના દર્દી ઇમર્જન્સી સેવા ના અભાવે પોતાનો જીવ ન ગુમાવે અને સમયસર તેઓને સારવાર મળી રહે તે માટે કઠિન ઘડી અને કપરી પરિસ્થતિઓ વચ્ચે પ્રવીણભાઈ ફરી પોતાની ફરજ ઉપર હાજર થયા અને માવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Kerala Lockdown: દેશના વધુ એક રાજ્યએ લગાવ્યું લોકડાઉન, તાજેતરમાં યોજાઈ હતી ચૂંટણી
ગુજરાતના આ શહેરમાં બાઇક કે કારમાં બેસીને પણ લઈ શકાશે વેક્સીન, જાણો મોટા સમાચાર
આસારામની તબિયત વિશે મોટા સમાચાર, કઈ ગંભીર બિમાર થતાં હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ ?