શોધખોળ કરો

Gujarat Rain: સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી 

હવામાન વિભાગે બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. ટૂંકમાં આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં પાંચ સક્રિય સિસ્ટમ; પાંચ દિવસ ભારે વરસાદની આગાહી.
  • દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ.
  • સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ઓરેન્જ-યલો એલર્ટ; માછીમારોને ચેતવણી.
  • છેલ્લા 24 કલાકમાં 164 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો.

અમદાવાદ: ગુજરાત તથા ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં અલગ-અલગ પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.આ સિસ્ટમના કારણે હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના પાંચ જિલ્લા અને બે સંઘપ્રદેશમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. રેડ એલર્ટમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. 

બે સંઘપ્રદેશમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. ટૂંકમાં આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જ્યારે છ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. યલો એલર્ટ વાળા જિલ્લામાં જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે, જેથી અહીં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિક લોકોને દરિયા કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે.

આ પણ વાંચો- Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ

છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો કુલ 164 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં રાજ્યના 7 તાલુકાઓમાં 5 થી 11 ઈંચ, 26  તાલુકાઓમાં 2 થી 4 ઈંચ અને 51 તાલુકાઓમાં 1 થી પોણા બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીમાં 9.21 ઈંચ, ખાંભામાં 6.81 ઈંચ, ડાંગના સુબીરમાં 5.16 ઈંચ અને સાવરકુંડલામાં 5.04 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય જાફરાબાદમાં 4.92 ઈંચ, ડાંગમાં 4.57 ઈંચ, વિજયનગરમાં 24 કલાકમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયા અને ઉનામાં 4.21 ઈંચ, જેસરમાં 3.08 ઈંચ, ચીખલીમાં 3.27 ઈંચ, ભાવનગરના મહુવામાં 2.99 ઈંચ, વલસાડના વાપીમાં 2.95 ઈંચ, ગારિયાધારમાં 2.80 ઈંચ, ડોલવણમાં 2.76 ઈંચ, ઉમરગામ અને ગીર ગઢડામાં 2.72 ઈંચ, ગણદેવીમાં 2.64 ઈંચ, કોડીનારમાં 2.60 ઈંચ, વ્યારામાં 2.48 ઈંચ, ચુડામાં 2.17 ઈંચ, અંબિકા અને કપરાડામાં 2.09 ઈંચ, વાલોડમાં 2.05 ઈંચ, અમરેલી શહેરમાં 2.01 ઈંચ, મહેસાણામાં 1.97 ઈંચ, વઘઈમાં 1.93 ઈંચ, પાલિતાણામાં 1.85 ઈંચ, સૂત્રાપાડામાં 1.81 ઈંચ, કોટડા સાંગાણી અને ઓલપાડમાં 1.77 ઈંચ, વિસાવદર અને તારાપુરમાં 1.57 ઈંચ, કુંકાવાવ-વડિયા, સિદ્ધપુર તેમજ વઢવાણમાં 1.42 ઈંચ, લખતરમાં 1.38 ઈંચ અને પલસાણા, દાંતા, વડગામ, કડી તથા ગોંડલમાં 1.34 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
Embed widget