શોધખોળ કરો

વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે

Gujarat Rain Alert: આજે રાત્રે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં રેડ એલર્ટ; અમદાવાદમાં પણ વરસાદી માહોલ.

Gujarat Weather Alert: ગુજરાતમાં મેઘરાજાની જોરદાર સવારી ચાલી રહી છે, અને હવામાન વિભાગે આગામી 4 દિવસ એટલે કે જુલાઈ 30 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે શનિવારે (જુલાઈ 26) રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદના આશ્રમ રોડ, મકરબા અને એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પણ આજે હળવાથી ભારે વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આવતીકાલે રવિવારે (જુલાઈ 27) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ યથાવત્ રહેશે, જ્યારે અન્ય ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે.

આજે રાત્રે 4 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારે (જુલાઈ 26) રાત્રે 10 વાગ્યાથી લઈને આગામી 3 કલાક એટલે કે રાત્રે 1 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અત્યંત ભારે વરસાદનો સંકેત આપે છે. આ જિલ્લાઓમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

આ સિવાય, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદી માહોલ

આજે શનિવારે (જુલાઈ 26) અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી.

આવતીકાલે (જુલાઈ 27) માટે વરસાદની આગાહી:

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (જુલાઈ 27) માટે પણ રાજ્યભરમાં વરસાદની તીવ્રતા અનુસાર વિવિધ એલર્ટ જાહેર કર્યા છે:

  • રેડ એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લા.
  • ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લા.
  • યલો એલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લા.

જુલાઈ 28 માટે વરસાદની આગાહી

જુલાઈ 28 ના રોજ પણ રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, અન્ય 21 જિલ્લાઓ માટે યલો એલર્ટ અપાયું છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget