શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતના આ 19 પોલીસોનું પ્રેસિડેન્ટ્સ મેડલથી સન્માન કરાશે, ક્યા ASIને તૌકતે વખતની કામગીરી બદલ જીવનરક્ષા મેડલ ?

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જાહેર કરાયેલા પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલમાં ગુજરાત પોલીસના 19 જવાનોને પસંદ કરાયા છે.

અમદાવાદઃ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જાહેર કરાયેલા પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલમાં ગુજરાત પોલીસના 19 જવાનોને પસંદ કરાયા છે. ગુજરાત પોલીસના આ જવાનોને બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયા છે. આ મેડલ મેળવનારામાં એક આઈપીએસ અધિકારી  નાયબ પોલીસ અધિક્ષકબે પોલીસ ઈન્સ્પેકટર સહિત 19 જવાનોનો સમાવેશ થાય છે.

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની સાથે ગૃહ મંત્રાલય દ્વારા પોતાની જીંદગી જોખમમાં મુકીને જીવ બચાવનાર પોલીસ જવાનને જીવનરક્ષા મેડલ પણ જાહેર કરવામાં આવ્યો છે. તૌકતે વાવાઝોડા સમયે ગુજરાતના દરીયા કાંઠે ત્રણ બોટમાં ફસાયેલા આઠ ક્રૂ મેમ્બરના જીવ બચાવનાર ગીર સોમનાથ જિલ્લાના એઅસઆઈ જગદીશભાઈ દાનાભાઈ મકવાણાને પણ ઉત્તમ જીવનરક્ષા પદક એનાયત કરવામાં આવશે.

ગુજરાતમાંથી વિશિષ્ટ સેવા મેડલ કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા એન. કોમાર અને અમદાવાદ શહેર પોલીસના એએસઆઈ ભરતસિંહ દોલતસિંહ વાઘેલાને આપવાની જાહેરાત કરાઈ છે.

પ્રસંશનીય સેવા મેડલ મેળવનાર અધિકારી અને જવાનોમાં આઈબીના ડીવાયએસપી વી.જે.રાઠોડસુરત શહેરના ડીવાયએસપી ડી.જે.ચાવડાપાટણના ડીવાયએસપી સી.એલ.સોલંકીસુરેન્દ્રનગરના ડીવાયએસપી આર.બી.દેવધાએસઆરપી જુથ-17 ચેલાના ડીવાયએસપી એન.એમ.પટેલએસઆરપી જુથ-ર ના ડીવાયએસપી વી.એ.પરમાર એમ છ ડીવાયએસપીનો સમાવેશ થાય છે.

 પ્રસંશનીય સેવા મેડલ મેળવનારા પોલીસ ઈન્સ્પેક્ટર્સમાં એસઆરપી જુથ-રના પોલીસ ઈન્સ્પેકટર ડી.જે.આહીરપોલીસ ભવન તકનીકી સેવાઓના વાયરલેસ પોલીસ ઈન્સ્પેકટર ડી.કે.કોષ્ટીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત  એસઆરપી જુથ-ર સૈજપુરના પીએસઆઈ આર.ડી.રણાવતખેડાના એએસઆઈ મહેશકુમાર કાલીદાસ રાઠોડઆણંદના એએસઆઈ મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ શેખસુરત શહેરના એએસઆઈ પંકજભાઈ બાબુભાઈ પટેલઅમદાવાદ ગ્રામ્યના એએસઆઈ જગદીશભાઈ મેવાભાઈ રબારીઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ પ્રહલાદસિંહ રતનસિંહ મકવાણાસુરત શહેરના એએસઆઈ વિજયભાઈ બહાદુરસિંહ ડોડીયાઅમદાવાદ શહેરના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વેલુભાઈ ગોહીલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ જીવાભાઈ પટેલને પ્રસંશનીય સેવા મેડલ અપાશે.  

આ પોલીસ અધિકારી તથા જવાનોને આગામી દિવસોમાં આ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ મેળવનાર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાનAmreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્તVadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget