Lok sabha 2024: વિવાદાસ્પદ નિવેદન બાદ રૂપાલાનું પહેલું સંબોધન, જાણો શું કહ્યુ, જુઓ વીડિયો
ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકોટથી પરષોતમ રૂપાલાએ પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. વિવાદ બાદ પહેલા સંબોધનમાં તેમણે શું કહ્યું જાણો
Lok sabha 2024:રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઇને વિવાદોથી ઘેરાયેલા છે. તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે. આ બધાની વચ્ચે ગઇકાલે દિલ્હીથી પરત ફર્યા બાદ પરષોતમ રૂપાલાએ લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. તેઓ આજે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રવચન દ્રારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યો હતા. ઉલ્લેખનિય છે કે, તેમને કરેલા વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. વિવાદ બાદ તેમનું આ પહેલું જાહેર પ્રવચન છે. તો જાણીએ કે રાજકોટની ચૂંટણી પ્રચાર જનસભામાં તેમણે શું સંબોધન કર્યું,
વિવાદ બાદ પરશોત્તમ રૂપાલાનું પ્રથમ ભાષણ
પરષોતમ રૂપાલાએ મહિલા સંમેલનમાં મોદી સરકારે મહિલાઓ માટે કરેલા કાર્યો અને યોજનાની વાત કરી હતી. સભાને સંબોધતા કહ્યું કે, “મોદી સરકારે ડિફેન્સ સ્કૂલ દેશની દિકરીઓ માટે ખોલી, ડિફેન્સ સ્કૂલ એક સમયે માત્ર દીકરા માટે જ હતી આજે મોદી સરકારે બહેનો માટે તેના દ્વાર ખોલી દીધા.આવી અનેક અદભૂત યોજના દ્રારા મહિલાના વિકાસ માટે મોદી સરકારે કામ કર્યું. માતૃશક્તિ માટે મોદી સરકારમાં અનેક યોજનાઓ શરૂ કરી. પ્રસુતિ મહિલાઓને ડિલિવરી બાદ ઘરે મુકવા જવાની યોજના માત્ર આપણા રાજ્યમાં મોદી સરકારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂ કરી” પરષોતમ રૂપાલાએ મહિલા સંમેલનનમાં ભાજપ સરકારે મહિલા માટે શરૂ કરેલી યોજનાનો ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદિત નિવેદન બાદ તેઓએ આજે પ્રચારના શ્રીગણેશ કરતા રહેલા જાડેજા કુળના કુળદેવી માતા આશાપુરાજીના દર્શનથી પ્રચારની શરુઆત કરી હતી. જનસભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં ટિફિન બેઠક દ્વારા આપણે મહિલાઓ સાથે સંવાદ કરીશું અને મહિલાઓની રજૂઆતને સાંભળીશું.
નિવેદનનનો શું છે સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.