શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારે કર્મચારીઓને આપ્યો બહુ મોટો લાભ, જાણો ક્યા કર્મચારીને મળશે કેટલી રોકડ ?
ગુજરાત સરકાર દ્વારા 2016થી 2019ના ત્રણ વર્ષના ગાળા માટે એલટીસીના બદલામાં રોકડ રકમ આપવાની આ યોજના જાહેર કરવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે સરકારી કર્મચારીઓને ફાયદો થાય એવો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની માફક જ તેના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્વેયન્સ (એલટીસી) રોકડમાં આપવાની આજે જાહેરાત કરી છે. લૉકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટુરિઝમ ખોરવાઈ ગયું હોવાથી આ નિર્ણય લેવાયો છે. દેશના તમામ વિસ્તારોમાં સંપૂર્ણપણે લૉકડાઉન નથી ઉઠ્યું તેથી રાજ્ય સરકારે રોકડેથી એલટીસી આપવાનો નિર્ણય લીધો છે.
આ અંગેના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છઠ્ઠા પગાર પંચ મુજબ રૂપિયા 7600 પ્લસનો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂપિયા 20,000નું વ્યક્તિદીઠ ભાડું એલટીસી હેઠળ ચૂકવવામાં આવશે. રૂપિયા 7600થી ઓછો ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂપિયા 6000નું વ્યક્તિદીઠ ભાડું ચૂકવવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા 2016થી 2019ના ત્રણ વર્ષના ગાળા માટે એલટીસીના બદલામાં રોકડ રકમ આપવાની આ યોજના જાહેર કરવામાં આવી છે. તેનો લાભ લેવા માગનારાઓને 31 ડિસેમ્બર સુધી લાભ લેવાની છૂટ આપવામાં આવી હતી. હવે 31 માર્ચ 2021 સુધી આ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2020-2023ના સમયગાળા માટે આ યોજના લાગુ કરવામાં આવી નથી.
આ જાહેરાત કરતાં નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓએ દિવાળીમાં કે નવરાત્રિના સમયમાં એલટીસીનો ઉપયોગ કરી લીધો હશે તેમને આ સુવિધાનો લાભ નહીં મળે. કર્મચારીઓ એલટીસીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વીમા પ્રીમિયમના ખર્ચને પણ આ યોજના હેઠળ કરેલા ખર્ચમાં ગણી લેવામાં આવશે. પરિપત્ર બહાર પાડયા પછીના દિવસોમાં જમા કરાવેલી વીમાના પ્રીમિયમની રકમને આ યોજના હેઠળ કરેલા ખર્ચ તરીકે માન્ય રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement