શોધખોળ કરો

C.R. પાટીલ સાથે સંચાલક મહામંડળની બેઠક બાદ રૂપાણી સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો-કર્મચારીઓ માટે લીધો ક્યો મોટો ફાયદાકારક નિર્ણય ?

આ નિર્ણયને લીધે 70 હજારથી વધારે શિક્ષકો અને કર્મચારીઓને ફાયદો થશે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, ખાલી જગયાઓ પર નવી ભરતીને બદલે ફાજલ શિક્ષકોને નિમણૂંકો આપવામા આવશે.

અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફાજલ પડતા શિક્ષકો અને કર્મચારીઓને કાયમી રક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લીધે 70 હજારથી વધારે  શિક્ષકો અને કર્મચારીઓને ફાયદો થશે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે,  ખાલી જગયાઓ પર નવી  ભરતીને બદલે ફાજલ શિક્ષકોને નિમણૂંકો આપવામા આવશે. શાળા કે વર્ગો બંધ થવાને લીધે ફાજલ પડનારા શિક્ષકોની નોકરી હવે નહીં જાય. સોમવારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ .આર પાટીલ  સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની બેઠક થઈ હતી.  સ્કૂલોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. આ બેઠક બાદ મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને કાયમી રક્ષણ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, આ નિર્ણયના પરિણામે હાલની ખાલી જગ્યાઓ કે ખાલી પડનારી  જગ્યાઓ પર નવેસરથી નિમણૂંકો કરવાને બદલે  ફાજલ શિક્ષકોની નિમણૂંક કરવામા આવશે. આ નિર્ણયના કારણે ખાલી જગ્યા ભરવાની લાંબી ભરતી પ્રક્રિયામાંથી બચી શકાશે તથા  અનુભવી શિક્ષકોને કામ આપી શકાશે. શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે તેથી વિદ્યાર્થીઓને શિક્ષણને ફાયદો થશે. આ નિર્ણયથી રાજ્યની  ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજે 70 હજાર શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે. આ અગાઉ 2016 સુધી નિમણૂક મેળવનારા શિક્ષકો અને કર્મચારીઓને રા4જ્ય સરકારે રક્ષણ આપ્યુ હતુ.  2016 પછી  ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિમણૂંક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવવાનો વારો આવતો હતો.  હવે ગ્રાન્ટેડ સ્કૂલોના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કામય રક્ષણ મળશે. સ્કૂલો બંધ થવાના કે વર્ગ ઘટવાના કિસ્સામા ફાજલ થતા શિક્ષકોને ખાલી જગ્યાઓ પર સીધી નિમણૂંક આપી શકાશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને કાયમી રક્ષણની માંગ કરી હતી. દરમિયાન સોમવારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ .આર પાટીલ  સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની બેઠક થઈ હતી.  સ્કૂલોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. આ બેઠક બાદ મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને કાયમી રક્ષણ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. રાજ્ય ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય-શિક્ષકોની ભરતી રાજ્ય સરકારે પોતાને હસ્તક લીધા બાદ 2011 પછી કેન્દ્રિય ધોરણે ભરતી પ્રક્રિયા કરવામા આવે છે. શિક્ષકોને સરકાર પોતાના નિયમો હેઠળ નિમણૂંકો આપે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget