શોધખોળ કરો
ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યુ લાદવા રૂપાણીને વિનંતી, જાણો કોણે કર્યો વિરોધ ?
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા નથી અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહર્યા છે ત્યારે રાજકોટમાં રાત્રિ કરફ્યું લાદવાની માગણી શરૂ થઈ છે. બીજી તરફ આ માગમીનો વિરોધ પણ શરૂ થયો
![ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યુ લાદવા રૂપાણીને વિનંતી, જાણો કોણે કર્યો વિરોધ ? Rupani urged to impose night curfew on corona cases in this big city of Gujarat ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસો વધતાં રાત્રિ કરફ્યુ લાદવા રૂપાણીને વિનંતી, જાણો કોણે કર્યો વિરોધ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/27190401/Lockdown.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા નથી અને રાજકોટમાં કોરોનાના કેસો વધી રહર્યા છે ત્યારે રાજકોટમાં રાત્રિ કરફ્યું લાદવાની માગણી શરૂ થઈ છે. બીજી તરફ આ માગમીનો વિરોધ પણ શરૂ થયો છે. રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં 3500થી વધુ કારખાનાં આવેલા છે. આ કારખાનાનાં એસોસિએશન દ્વારા રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવા માંગણી કરાઈ છે. રાજકોટ એન્જીનિયરિંગ એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરાયો છે.
રાજકોટમાં કોરોનાના કેસો વધતાં આ વિસ્તારમાં સંક્રમણ ના વધે અને મહામારીનો ચેપ ઘટે તે માટે શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશનનાના પ્રમુખ રમેશ ટીલાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાત્રિના 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવા માગણ કરી છે. તેમણે જણાવ્યું કે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીની સ્થિતિ ઘણી જ ગંભીર હોવાથી સંક્રમણ રોકવા સ્વૈચ્છિક રીતે રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવો જરૂરી છે.
રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસાણીએ જણાવ્યું કે, હવે રાત્રિ કરફ્યુની જરૂર નથી. કારખાનાં 70 ટકા માંડ કાર્યરત થયા છે અને ઉત્પાદન પ્રક્રિયા રાત્રિના મોડે સુધી ચાલતી હોય છે ત્યારે કર્ફ્યુ ફરી અમલી કરાવવાનો અમારો જરા મત નથી.
રાજકોટની દિવાનપરા, સોનીબજાર, પરાબજાર, સ્ટેશનરી ધંધાર્થીઓ વગેરેએ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કર્યો હતો પણ એન્જીનિયરિંગ એસોસિએશન તેના વિરોધમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)