શોધખોળ કરો

Sabarkantha Liquor: થર્ટી ફર્સ્ટ પહેલા અમદાવાદમાં ઘૂસાડાઇ રહેલો 44 લાખનો દારૂ પકડાયો, કેમિકલના ટેન્કરમાં થતી હતી હેરાફેરી

થર્ડ ફર્સ્ટ પહેલા રાજ્યમાં ઠેર ઠેર સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડા પડી રહ્યાં છે. એસએમસીની ટીમ એક્શનમાં આવી છે

Sabarkantha Prantij News: થર્ડ ફર્સ્ટ પહેલા રાજ્યમાં ઠેર ઠેર સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડા પડી રહ્યાં છે. એસએમસીની ટીમ એક્શનમાં આવી છે, સાબરકાંઠા જિલ્લામાં ગઇકાલે પાડેલા એક દરોડામાં 44 લાખથી વધુના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે, આ અંગે કુલ સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરાઇ છે, જેમાં ત્રણ આરોપીઓને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા છે.  

સ્ટેટ મૉનિટરિંગ વિજિલન્સની ટીમે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા ટોલ નાકા નજીક મૉનિટરિંગ કરીને દારુ ભરેલ એક ટેન્કરને અટકાવ્યુ હતુ, આ ટેન્કરની તલાશી લેવામાં આવી તો તેમાંથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો મળી આવ્યો હતો. વિજિલન્સ ટીમને પહેલાથી આ અંગે બાતમી હતી કે થર્ટી ફર્સ્ટ પહેલા રાજ્યમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઇ રહી છે. ખાસ વાત છે કે, અરવલ્લી અને સાબરકાંઠા થઈને દારુનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો છે, ત્યારે જ એસએમસીની ટીમે પ્રાંતિજના કતપુર ટોલ નાકા પાસે આ મોટા દારુની જથ્થાને ટેન્કર સાથે પકડી પાડ્યો હતો. ટીમ દ્વારા ત્રણેક કલાકની મહેનત કર્યા બાદ ટેન્કરને ઢાંકણું ખોલવામાં સફળતા મળી હતી. જેમાંથી દારુની મોટી સંખ્યામાં દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડાની કાર્યવાહીમાં ટેન્કરની આગળ આગળ એક કાર ચાલી રહી હતી અને તે પોલીસથી બચાવ માટે પાયલોટીંગ કરી રહી હતી. પરંતુ વિજીલન્સે કાર અને ટેન્કર બંનેને ઝડપી લીધા છે. કાર અને ટેન્કર ચાલક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 7 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ, ગુજરાત-રાજસ્થાન સરહદની અલગ અલગ 8 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ

થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી જિલ્લા પોલિસ એલર્ટ બની છે. રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાની 8 ચેક પોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. નવા વર્ષને લઇને અરવલ્લી અને રાજસ્થાન સરહદ પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતાં હોય છે. સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડતા હોય છે. આવા પેંતરાઓને અટકાવવા અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક બની છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડ પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Sabarkantha Liquor: થર્ટી ફર્સ્ટ પહેલા અમદાવાદમાં ઘૂસાડાઇ રહેલો 44 લાખનો દારૂ પકડાયો, કેમિકલના ટેન્કરમાં થતી હતી હેરાફેરી

થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા નાના-મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારના રાજ્યોમાંથી 31 ડિસેમ્બરની ઉજવણી માટે કોઈ સામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થો કે કેફી પીણાં જેવી ચીજવસ્તુ ગુજરાતમાંનાં ઘુસે તે માટે કામગીરી હાથ ધરી છે.

Sabarkantha Liquor: થર્ટી ફર્સ્ટ પહેલા અમદાવાદમાં ઘૂસાડાઇ રહેલો 44 લાખનો દારૂ પકડાયો, કેમિકલના ટેન્કરમાં થતી હતી હેરાફેરી

પોલીસ દ્વારા 'રાઉન્ડ ધ કલોક' પેટ્રોલિંગ સહિત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે જેમાં બોર્ડર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલની સત્તત તપાસ કરવામાં આવશે. સંવદેદનશીલ ચેકપોઈન્ટ પર ઉચ્ચ અધિકારીઓને મૂકીને જિલ્લામાં શાંતિમય માહોલ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સરહદી વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સ સાથે સતર્ક બની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget