શોધખોળ કરો
Advertisement
દ્રારકા: ખુલ્લા ફાટકમાં સાબરમતી એક્સપ્રેસ અને કાર વચ્ચે અકસ્માત
દ્વારકાના મીઠોઈ નજીક ખુલ્લા ફાટકમાંથી કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો.
દ્વારકા: દ્વારકાના મીઠોઈ નજીક ખુલ્લા ફાટકમાંથી કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. કાર રેલવેના પાટા પરથી પસાર કરવા જતા સાબરમતી એક્સપ્રેસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યાકે કારમાં સવાર ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢીને તમામને 108ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દ્રારકા નજીક આવેલા મીઠોઈ ગામ પાસે એક ખુલ્લો ફાટક છે. આ ખુલ્લા ફાટકમાંથી એક કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી સાબરમતી એક્સપ્રેસે ટ્રેને કારને ટક્કર મારી હતી. ટ્રેનના ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર ટ્રેનની સાથે-સાથે 100 ફૂટથી પણ વધારે ઢસડાઈ હતી. જે સમયે કારનો અકસ્માત થયો ત્યારે કારમાં એક બાળક સહિત ત્રણ લોકો સવાર હતા.
આ અકસ્માતની ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં રહેલા લોકોને બહાર કાઢીને તમામને સારવાર માટે 108ની મદદથી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion