બાલાચડી સૈનિક સ્કૂલના 1991 બેંચના વિદ્યાર્થીઓનું 32 વર્ષ બાદ પરિવાર સાથે રીયુનિયન, જૂની યાદો તાજી થઈ
શાળામાં બનેલા સંબંધો હંમેશા કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી મજબૂત અને સ્થાયી સંબંધોમાંથી એક હોય છે, આવી જ ભાવના હાલમાં જ સૈનિક સ્કૂલ બાલાચડી 1991 બેંચના વિદ્યાર્થીઓનું રિયુનિયન મળ્યું તેમાં જોવા મળી.
અમદાવાદ: શાળામાં બનેલા સંબંધો હંમેશા કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી મજબૂત અને સ્થાયી સંબંધોમાંથી એક હોય છે, આવી જ ભાવના હાલમાં જ સૈનિક સ્કૂલ બાલાચડી 1991 બેંચના વિદ્યાર્થીઓનું પરિવાર સાથે રિયુનિયન મળ્યું તેમાં જોવા મળી હતી. સૈનિક સ્કૂલ બાલાચડીની 1991 બેંચના વિદ્યાર્થીઓ 32 વર્ષ બાદ 23 અને 24 સપ્ટેમ્બરના માઉન્ટ આબુમાં સન હોટલ એન્ડ રિસોર્ટમાં એક પરિવારની જેમ જ મળ્યા હતા.
સન રિસોર્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મિત્રોમાંથી પરિવાર બનેલા લોકોનું રિયુનિયન મળ્યુ હતું. દરેક વ્યક્તિઓ પોતાની પ્રિય યાદોને ફરીથી જોવા અને તેને નવી બનાવવા માટે ઉત્સુક હતા.
પરિવાર સાથે મળેલા રીયુનિયનની કેટલીક હાઈલાઈટ્સ
- રીયુનિયન ઓફ અ લાઈફટાઇમ- રીયુનિયનમાં શાળાના એ મિત્રો હતા જેઓ ત્રણ દાયકા પહેલા તેમની શાળા છોડ્યા બાદથી પરિવાર સાથે એકબીજાને જોયા ન હતા. જૂના મિત્રો ફરી મળતા તમામના ચહેરા પર આનંદ સ્પષ્ટ હતો.
-તમામ લોકોએ જૂની યાદો તાજી કરી- રીયુનિયનમાં હાજરી આપનારાઓએ તેમની શાળાના જૂના દિવસોની યાદો તાજી કરી હતી. આ દરમિયાન સ્ટોરી શેર કરવી અને યુવા લેખનના પુસ્તકો વાંચવા અને તેમના ભૂતકાળને જીવંત કરવામાં સમય પસાર કર્યો હતો.
-પારીવારિક સંબંધો- જે મિત્રતા સૈનિક સ્કૂલ બાલાચડીથી શરુ થઈ તે ખૂબ જ મજબૂત બની ગઈ છે. તમામ લોકો એક પરિવાર બની ગયા છે. ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે કેવી રીતે તેઓએ જીવનના ઉતાર-ચઢાવમાં એકબીજાને મદદ કરી છે.
-મિત્રતાનો જશ્ન- આ રીયુનિયન શાળામાં વર્ષો પહેલા બનેલી મિત્રતાની ઉજવણી હતી, જેમાં દિવસભર હાસ્ય અને સહાનુભૂતિની ગુંજ જોવા મળી હતી.
-ભવિષ્યની યોજનાઓ- સૈનિક સ્કૂલ બાલાચડી 1991 બેંચના વિદ્યાર્થીઓનું આ રીયુનિયન માત્ર ભૂતકાળ વિશે નહોતું. તેમણે ભવિષ્યમાં ફરી મળવા અંગે પણ ચર્ચાઓ કરી હતી. જેનાથી આ નવા પરિવારને એક સાથે રાખવાનો ઈરાદો સ્પષ્ટ હતો.
32 વર્ષ બાદ સૈનિક સ્કૂલ બાલાચડી 1991-બેંચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આ પારિવારિક રીયુનિયન મિત્રતાની શક્તિ અને શાળાની વ્યક્તિના જીવન પર પડતી ઊંડી અસરનો પુરાવો હતું. તે શરુઆતના વર્ષોમાં બનેલા સંબંધો અતૂટ બની રહ્યા છે. આ મિત્રતા પરિવારમાં બદલાઈ ગઈ છે. આ તમામ પરીવારો હવે જીવનમાં પાછા ફરી એક વખત મળવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.