Samdhiyala Double Murder Case Live: હત્યાના 30 કલાક થવા છતાં હજુ પરિવારે નથી સ્વિકાર્યા મૃતદેહ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ
Samdhiyala Double Murder Case Live: સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.

Background
Samdhiyala Double Murder Case Live: ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ પીડિત પરિવારને મળવા માટે એક બાદ એક રાજકીય આગેવાનો પણ સમઢીયાળા પહોંચી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં અનુ. જાતિના આગેવાનો સમઢીયાળા પહોંચ્યા છે. આ ઘટના અંગેના તમામ અપડેટ અમે તમને આ લાઈવ બ્લોકમાં આપતા રહીશું.
પરિવારે હજુ નથી સ્વિકાર્યા મૃતદેહ
બને યુવાનોની હત્યાને 30 કલાક થયા છતાં હજુ પરિવારજનો દ્વારા ડેડ બોડી સ્વીકારમાં આવી નથી. દિવસભર સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. દિવસમાં ત્રણ વખત સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ચક્કાજામ થયો હતો. આ ઘટનાને 30 કલાક થવા છતાં પણ ગાંધી હોસ્પિટલ ખાતે સમાજના લોકો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સમાજના તેમજ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં હજુ સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.
મહિલાઓ દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર ચક્કાજામ
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ હત્યાનો મામલે ચક્કાજામ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર અનુ. જાતિ સમાજના યુવાનો અને મહિલાઓ અને આગેવાનોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર બેસી ચક્કાજામ કરી ડબલ હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ચક્કાજામ કરી રહેલ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.





















