શોધખોળ કરો
Advertisement
સરદાર સરોવર ડેમમાં સતત થઇ રહી છે પાણીની આવક, મોડી રાત્રે 28 દરવાજા ખોલાશે
આગામી છ કલાકમાં પાણીની આવક વધવાની સંભાવના વ્યક્ત કરતા રાત્રે એક અથવા બે વાગ્યાની વચ્ચે ડેમના 28 દરવાજાઓ ખોલવામાં આવી શકે છે
નર્મદાઃ રાજ્યની સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. અત્યાર સુધી નર્મદા ડેમની સપાટી 131.45 મીટર સુધી પહોંચી છે. ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી છ કલાકમાં પાણીની આવક વધવાની સંભાવના વ્યક્ત કરતા રાત્રે એક અથવા બે વાગ્યાની વચ્ચે ડેમના 28 દરવાજાઓ ખોલવામાં આવી શકે છે. હાલમાં ડેમમાં પાણીની આવક 2,02,096 ક્યુસેક્સ છે જ્યારે પાણીની જાવક 44,408 ક્યુસેક્સ છે.
મળતી જાણકારી અનુસાર, પાણીની આવકમાં વધારો થતાં ફરી એકવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. અગાઉ પાણીમાં ઘટાડો થતા ખોલવામાં આવેલા દરવાજા શનિવારે 11 વાગ્યે બંધ કરી દેવાયા હતા. જો કે ફરીવાર પાણીની આવક વધતા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં ડેમમાં જળસપાટી 131.32 મીટર છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદામાં પાણી છોડવામાં આવી શકે તેવી સંભાવનાને જોતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement