શું આ રીતે ભણશે ગુજરાત ? સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ
શાળામાં શિક્ષકોની ઘટની પોલ વિધાનસભામાં ખુલી પડી છે. ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં ૨,૨૯૫ શિક્ષકોની ઘટ છે.

ગાંધીનગર: શાળામાં શિક્ષકોની ઘટની પોલ વિધાનસભામાં ખુલી પડી છે. ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં ૨,૨૯૫ શિક્ષકોની ઘટ છે. વિધાનસભા ગૃહમાં ઉઠેલા પ્રશ્નમાં આ માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. જામનગર જિલ્લામાં ૮૧૮ શિક્ષકોની ઘટ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧,૨૬૬ શિક્ષકોની ઘટ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૨૧૧ શિક્ષકોની ઘટ સામે આવી છે. રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો બચાવ કર્યો છે. જોકે જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતા પણ ઓછી છે. જામનગરમાં માત્ર ૩૮૭ જ્ઞાનસહાયક તો દેવભૂમિ દ્વારકામાં માત્ર ૧૨૨ જ્ઞાન સહાયકો છે. રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી ૧૩,૮૫૨ વિદ્યાસહાયકોની ભરતી સામે મુકી બચાવ કર્યો હતો
શાળાઓમાં ઓરડાની ઘટ
આ સિવાય શાળામાં ઓરડાઓની ઘટ અને જર્જરીત ઓરડાની વિગતો પણ સામે આવી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ૬૨૮ ઓરડાઓની ઘટ છે. દેવભૂમિ દ્વારકા ની ૧૧૦ શાળાઓ માં ૩૦૫ તો જામનગર જિલ્લાની ૧૫૦ શાળાઓમાં ૩૨૩ ઓરડાઓની ઘટ છે. અરવલ્લી જિલ્લામાં ૭૦૪ તો સાબરકાંઠા જિલ્લામાં ૩૮૦ ઓરડા જર્જરીત હાલતમાં છે. સરકારે અરવલ્લીમાં ૪૦૭ તો સાબરકાંઠા જિલ્લામાં ૮૧૮ નવા ઓરડા બનાવ્યા છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આ વિગતો બહાર આવી છે.
વિધાનસભા ગૃહના સત્રના 11માં દિવસની શરૂઆત પ્રશ્નોતરીકાળથી થઈ હતી. જેમાં આજે શિક્ષણ વિભાગના પ્રશ્નોતરી પ્રશ્નો ચર્ચા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સમક્ષ રાજ્યમાં શાળાની સ્થિતિ કેવી છે તે મુદ્દે પૂછ્યું કે શાળામાં ઓરડાની ઘટ છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો.
શાળામાં શિક્ષકોની ઘટની પોલ વિધાનસભામાં ખુલી હતી. એટલે કે પ્રશ્નોતરીકાળમાં પૂછાયેલા પ્રશ્નમાં રાજ્યની શાળામાં કેટલી શિક્ષકો ઘટ છે તે પ્રશ્નના સરકારનો જવાબ મળ્યો હતો કે, ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં ૨,૨૯૫ શિક્ષકોની ઘટ છે.
રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાન સહાયકોની ભરતી કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ હકિકત એ છે કે, જ્ઞાન સહાયકોની પણ યોગ્ય સંખ્યામાં ભરતી નથી કરાઈ.
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ




















