શોધખોળ કરો

junagadh: માંગરોળના સામરડામાં ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી, ઘેડ પંથકના ગામોનો સંપર્ક તૂટ્યો

ઘેડ પંથકના ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થયા છે. સામરડા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું.

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં માંગરોળના સામરડા ગામે લોકોના ઘરોમાં ઘુસ્યા પૂરના પાણી ઘૂસ્યા છે. ગઈ કાલથી માંગરોળ પંથકમાં પડી રહેલ ભારે વરસાદથી માંગરોળનું ઘેડ પથંક ફરીએકવાર બેટમાં ફેરવાયું છે. ઘેડ પંથકના તમામ રસ્તાઓ ઉપર પૂરના પાણી ફરી વળતાં માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો ફરી એકવાર સંપર્ક વિહોણા થયા છે. ઘેડ પંથકના સામરડા ગામે લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી જવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 

માંગરોળના મીતી ગામે વિજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચંદવાણા ગામે મકાન ઉપર વિજળી પડતાં પ્લાસ્ટર તુટયું હતું. સદનશીબે જાનહાની ટળી છે. તો બીજી તરફ માંગરોળના ગોરેજ ગામે ખેતરોમાં એક ફુટ જેટલા પાણી ભરાયા હતા. જ્યારે ફાર્મહાઉસ તેમજ રૂદલપુર ગામે લોકોના ઘરોમાં પાણીઘુસ્યાના બનાવો સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના ગામડાઓમાં છેલ્લા 15 કલાકથી વિજળી થઈ છે ગુલ તો બીજી તરફ પીજીવીસીએલના કોઇપણ માંગરોળના અધિકારીઓ ફોન નહી ઉપાડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 

ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ પછી અમરેલીના લીયામાં 6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા અને કલ્યાણપુરમાં 5.5 ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના જાફરાબાદ અને ભરુચમાં સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં 121 તાલુકામાં એક ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

જામરાવલ-કલ્યાણપુર વચ્ચે ના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. સાની અને દૂધી નદી ના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે. તાલુકા મથક કલ્યાણપુર અને દ્વારકા વચ્ચેનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. રસ્તો ઉંચો કર્યો છતાં પાણી ફરી વળ્યા હતા. કોન્ટ્રકટરની બેદરકારીના કારણે રસ્તો પસાર કરવો મુશ્કેલ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. 

રાવલ નજીકના રાણપરડાંની સિમ વિસ્તારમાં સોરઠીના પાણી ફરી વળ્યાં હતા. પાણી ફરી વળતા પશુઓને રસ્તા ઉપર બાંધવા પડ્યા હતા.  જામરાવલમાં ndrf દ્વારા રેસ્ક્યું કરીને  11 લોકોને સહીસલામત સ્થળે ખસેડાયા છે. બોટથી તમામનું રેસ્ક્યૂ કરાયું હતું.  નીલકંઠ મહાદેવના મંદિર નજીક અન્ન ક્ષેત્રમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ કરાયું છે. સંતોષી માતાના મંદિરમાં રહેતા પરિવાર માટે એનડીઆરએફની ટિમ પહોંચી હતી. 

જૂનાગઢમાં કેશોદના બામણાસાની નદીના પૂરમાં દીપડો આવી ચડ્યો હતો. ઘેડ પંથકના પુરમાં દીપડો આવી ચડતાં નાના બાળકે ચીસાચીસ અને રડારડ કરી મૂકી હતી. ઓઝત નદીમાં આવેલ પુરમા દીપડા તણાઈ આવ્યો હતો.  નદીના પૂરની સામે લડી દીપડો કિનારે પહોંચ્યો હતો. એક તરફ પૂરનો ભય બીજી તરફ દીપડાના ભયમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. દીપડાએ ઝાડી-ઝાંખરામાં જીવ બચાવવા આશરો લીધો.

અમરેલી જિલ્લામાંથી વધુ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો આવ્યા સામે. ગઈ કાલે અતિ ભારે વરસાદના કારણે ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે 2 મોટા રેસ્કયુ ઓપરેશન થયા. અમરેલી તાલુકાના બાબાપુર નજીક સાતલડી નદીના પુરમાં 19 લોકો સવાર સાથે ખાનગી બસ ફસાઇ હતી. અમરેલી તાલુકા પોલીસ ટીમ અને સ્થાનિક માણસો દ્વારા દોરડા બાંધી રેસ્કયુ ઓપરેશન કરી બચાવી લેવાયા. લીલીયાના ભોરિંગડા નજીક 2 વ્યક્તિ પુરમાં ફસાય જતા રાત્રે રેસ્કયુ ઓપરેશન ચાલ્યું. ભોરિંગડા NDRFની ટીમ અને સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત રેસ્કયુ કામગીરીમાં જોડાયા હતા. તમામ લોકોને બચાવી લેવાયા.

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 

માંગરોળના મીતી ગામે વિજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચંદવાણા ગામે મકાન ઉપર વિજળી પડતાં પ્લાસ્ટર તુટયું હતું. સદનશીબે જાનહાની ટળી છે. તો બીજી તરફ માંગરોળના ગોરેજ ગામે ખેતરોમાં એક ફુટ જેટલા પાણી ભરાયા હતા. જ્યારે ફાર્મહાઉસ તેમજ રૂદલપુર ગામે લોકોના ઘરોમાં પાણીઘુસ્યાના બનાવો સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના ગામડાઓમાં છેલ્લા 15 કલાકથી વિજળી થઈ છે ગુલ તો બીજી તરફ પીજીવીસીએલના કોઇપણ માંગરોળના અધિકારીઓ ફોન નહી ઉપાડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget