શોધખોળ કરો

Big Breaking: ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ, શિક્ષકો ઉપર પણ લેવાશે પગલાં

રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે.

ગુજરાતઃ રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે. તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12માં ઓછુ પરિણામ લાવનારી શાળાઓ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. માહિતી છે કે, રાજ્યમાં ઓછુ પરિણામ આપનારી શાળાઓને બંધ કરવામાં આવશે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ તવાઈ આવશે, એટલે કે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ વર્ષે જે શાળાનું ઝીરો રિઝલ્ટ આવ્યું છે તે બંધ કરવામાં આવશે, ઝીરો રિઝલ્ટ આપનારી સ્વ નિર્ભર શાળાઓ બંધ કરવામાં આવશે, જે ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે તેની ગ્રાન્ટમાં પણ કાપવામાં આવશે, એટલુ જ નહીં ઝીરો પરિણામ વાળી સરકારી શાળાઓના શિક્ષકો ઉપર પગલાં ભરવામા આવશે. આ તમામ કાર્યવાહીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા બાદ આગામી દિવસોમાં આ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27 અને વિજ્ઞાન પ્રવાહમાં 49 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે.

ધો.12 સામાન્ય પરિણામમાં આ વિષયમાં સૌથી વધુ નાપાસ થયા વિદ્યાર્થીઓ, જાણો ગુજરાતીની શું છે સ્થિતિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.. જોકે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા હતું જે આ વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે. બોર્ડના અધિકારીનું કહેવું છે કે, કોરોનાકાળમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, શાળાઓ બંધ રહી હતી, ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું અને ગયા વર્ષની સરખામણીએ 58 હજાર બાળકો વધુ હોવાના કારણે પરિણામ પર અસર જોવા મળી છે અને પરિણામની ટકાવારી ઘટી છે. વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે એટલેકે વર્ષ 2023નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઘટયું છે... પરિણામે માત્ર નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ વધી છે એવુ નહિ સારું પરિણામ લાવનાર શાળાઓ અને કેન્દ્રની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 

કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ

  • ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ
  • ઇંગ્લિશ ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 2353 વિદ્યાર્થીઓ નાપાસ
  • હિન્દી સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 8473 વિદ્યાર્થીઓ નાપાસ
  • ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ
  • અર્થશાસ્ત્ર વિષયમાં 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા
  • વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 22333 વિદ્યાર્થીઓ નાપાસ
  • સંસ્કૃત વિષયમાં 27739 વિદ્યાર્થીઓ નાપાસ
  • આંકડાશાસ્ત્ર વિષયમાં 27247 વિદ્યાર્થીઓ નાપાસ
  • તત્વજ્ઞાન વિષયમાં 29565 વિદ્યાર્થીઓ નાપાસ
  • સમાજશાસ્ત્ર વિષયમાં 19303 વિદ્યાર્થીઓ નાપાસ
  • મનોવિજ્ઞાન વિષયમાં 18324 વિદ્યાર્થીઓ નાપાસ
  • ભૂગોળ વિષયમાં 21687 વિદ્યાર્થીઓ નાપાસ
  • એલીમેન્ટ ઓફ એકાઉન્ટ વિષયમાં 28519 વિદ્યાર્થીઓ નાપાસ
  • કોમ્પ્યુટર T વિષયમાં 12549 વિદ્યાર્થીઓ નાપાસ

ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર 
  • 477392 વિદ્યાર્થીઓ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે નોંધાયા હતા
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
  • 311 શાળાઓનું 100 ટકા પરિણામ
  • રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
  • 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
  • 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
  • 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
  • 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
  • 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
  • 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
  • 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
  • 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
  • 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
  • સૌથી વધુ પરિણામ   95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

  • ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે.
  • દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
  • સૌથી વધુ પરિણામ  95.85 ટકા સાથે ધાગધ્રાનું છે

-

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget