રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ, આ શહેરોની શાળાના સમયમાં કરાયો ફેરફાર,15 જાન્યુઆરી સુધી લાગૂ
Cold wave: છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્ચું છે. તાપમાન ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં ઠંડીના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Cold wave:ગુજરાતમાં હવે છેલ્લા સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. સવારે ઠંડા પવનના કારણે ઠંડી વધુ અનુભવાય છે. જેને લઇને AMC સંચાલિત સ્કૂલોમાં સવારની શિફ્ટ 35 મિનિટ મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC સંચાલિત સ્કૂલોમાં સવારની સ્કૂલ નિર્ધારિત સમય કરતા 35 મિનિટ લેઇટ અને બપોરની શિફ્ટ 15 મિનિટ લેઇટ શરૂ થશે. વાલીઓની રજૂઆત બાદ સ્કૂલ બોર્ડએ નિર્ણય કર્યો છે. 15 જાન્યુઆરી સુધી આ બદલેલો સમય લાગૂ રહેશે. જો કે શિક્ષકોને 10 મિનિટ વહેલા સ્કૂલ આવવાનું રહેશે.
છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધતા અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે...શહેરમાં AMC 451 શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ હાલ ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટમાં ઠંડીને લઇને ગઇકાલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હતું. ઠંડીનું જોર વધતા પોરબંદરમાં પણ સ્કૂલનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોર્નિગ શિફ્ટની સ્કૂલનો 30 મિનિટ લેઇટ સમય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠનની રજૂઆતોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કાતિલ ઠંડીથી ગુજરાત ઠુંઠવાયું છે. 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે. અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. હજુ 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય.
હાલ રાજકોટમાં લોકો હાડ થીજાવતી ઠંડીનો ઉપયોગ કરે છે હવામાન વિભાગની આગાહી મુજબ , રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહી શકે છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની દિશામાં રહેશે. તાપમાનમાં કોઇ ધરખમ ફેરફારની શક્યતા ઓછી છે.
આ પણ વાંચો
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે





















