(Source: ECI/ABP News/ABP Majha)
Accident: થરાદના દૂધવા નજીક સ્કોર્પિયો ચાલકે રાજસ્થાન ડેડબોડી લઈને જતી એમ્બ્યુલંસને મારી ટક્કર
અકસ્માતની ઘટનાને લઈ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્કોર્પિયો ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા છે.
Accident: થરાદના દૂધવા નજીક સ્કોર્પિયો ચાલકે એમ્બ્યુલન્સને અડફેટે લીધી હતી. ગુજરાતથી ડેડબોડી રાજસ્થાન લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. રાજસ્થાનના વ્યક્તિને કરંટ લાગતા ગુજરાતમાં રીફર કરાયો હતો. ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ રાજસ્થાન વતનમાં લઈ જતા સમયે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયોએ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્કોર્પિયો ચાલક પીધેલી હાલતમાં હોવાની ચર્ચા છે.
વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ઘટનાસ્થળે જ બેના મોત થયા હતા. ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ધાવત બ્રિજ ઉતરતા ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ઘુસી જતા ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનરના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કરજણ નેશનલ હાઇવે નંબર 48 પરના કરજણ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં ક્રેનની મદદથી ડ્રાઇવર અને ક્લીનરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. બંન્નેના મૃતદેહોને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીનગરના પહોળા અને પાકા માર્ગો ઉપર પણ ઓવરસ્પિડમાં વાહનો ચલાવવામાં આવી રહ્યા છે જેના કારણે ગમખ્વાર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. રક્ષાશક્તિ સર્કલ પાસેથી પસાર થતી મોપેડચાલક યુવતીને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં યુવતીનું મોત નિપજ્યું હતું. ઇન્ફોસિટી પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તથ્યકાંડે દરેકને હચમચાવીને રાખી દીધા છે તેમ છતા હજુ પણ હાઇવે ઉપર ઓવરસ્પિડમાં વાહનો હંકારવાનું ઘણા વાહનચાલકો દ્વારા ચાલુ જ છે જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગાંધીનગરની આસપાસના હાઇવે ઉપર છેલ્લા ઘણા વખતથી હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે રક્ષાશક્તિ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોપેડચાલક યુવતીનું મોત નિપજ્યું છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ગોતામાં રહેતા પરિવારની યુવતી એશા તેની સહેલી રિધ્ધિ સાથે મોપેડ ઉપર રક્ષા શક્તિ સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન અજાણ્યા વાહનની ટક્કરે એશા નીચે પટકાઇ હતી. ગંભીરરીતે ઘાયલ એશાને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. તેણીના પિતાની ફરિયાદને આધારે ઇન્ફોસિટી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાઇવે ઉપર લગાવવામાં આવેલી સીસીટીવી કેમેરા ઇ-મેમો આપવા માટે જ હોય તેમ હિટ એન્ડ રનના કોઇ ગુના તેનાથી ઉકેલાયા નથી જે ચિંતાની વાત છે.