Banaskantha: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની કાલે વરણી, સૌથી મોટો સવાલ ભાજપ કોને આપશે મેન્ડેટ
બનાસકાંઠા: આવતીકાલે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. અઢી વર્ષની મુદત પૂર્ણ થતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે.
બનાસકાંઠા: આવતીકાલે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. અઢી વર્ષની મુદત પૂર્ણ થતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી થશે. બનાસ ડેરીના ચેરમેન પદનું મેન્ડેટ કોને આપવું તે ભાજપ માટે એક મોટો સવાલ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસડેરીના વર્તમાન ચેરમેન છે. બનાસ ડેરીની ચેરમેનની વરણીમાં ભાજપ ચેરમેન બદલશે કે કેમ એક સવાલ છે.
તાલુકા સંઘ જિલ્લા સંઘ માર્કેટયાર્ડની ચેરમેનની વરણીમાં ભાજપએ મેન્ડેટ આપ્યા છે. આવતીકાલે યોજાનારી ચેરમેનની વરણીમાં ભાજપ કોને મેન્ડેટ આપે છે તેને લઇ લોકોમાં આતુરતા જોવા મળી રહી છે. આગામી લોકસભા ચૂંટણીને લઇ ચેરમેન તરીકે શંકર ચૌધરી રીપિટની શક્યતા જ્યારે વાઇસ ચેરમેન બદલાય તેવી શક્યતા છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં અહીં આવ્યો ભાજપમાં ભૂકંપ
મ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામ આવ્યા છે. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં ભૂકંપ આવ્યો છે, અહીં ત્રણ નેતાઓએ અચાનક રાજીનામા ધરી દીધા છે, આ પછી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં આંતરિક ઝઘડો સામે આવ્યો છે, ક્વાંટ તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધુ છે, આ સાથે જ 2 મહામંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. રાજીનામું અપનારાઓમાં પ્રમુખ રાઠવા રમણસિંહભાઈ, મહામંત્રી રાઠવા જીકેશભાઈ, મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે છે. કવાંટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અને બે મહામંત્રીઓ એકાએક રાજીનામુ આપતા પક્ષમાં ચર્ચાઓનો દોર શરૂ ગયો છે. જોકે આ રાજીનામું જિલ્લા ભાજપની સૂચના બાદ આપવામાં આવ્યુ હતુ.
યુવતીએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નાખી હત્યા અને પછી....
જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહને લઈ હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને લઈને ચોંકવાનારો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાકભાઈનોનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તારીખ 26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાની નોંધ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં અઠવાડિયા પહેલા તેજગઢ પાસે આવેલી રાયપુર કેનાલ પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેમાં યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવાઈ હોવાના પ્રાથમિક અંદાજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સમગ્ર હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકા જ હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પોતાના નવા પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. તો એક બાળકના પિતા અને પરિવારનું ગુજરાન ચલાવનાર નિલેશ રાઠવાની હત્યાથી મોટી દુમાલી ગામે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિજનો આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે.