શોધખોળ કરો

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો

છેતરપિંડી અટકાવવા અને પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા સરકારનો મહત્વનો નિર્ણય; 15 જુલાઈ 2026થી ગુજરાત સહિત દેશભરમાં નવા નિયમનો અમલ શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વાહન ટ્રાન્સફર-NOC માટે આધાર લિંક કરવું ફરજિયાત.
  • આ નિયમ 15 જુલાઈ 2026થી લાગુ, પ્રક્રિયા બનશે સરળ.
  • આધાર વિગતો ન મળ્યે RTO રૂબરૂ જવું પડશે.
  • આનાથી છેતરપિંડી, અનધિકૃત વાહન ટ્રાન્સફર પર બ્રેક.

restaurant service charge rules: જો તમે જૂનું વાહન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો, અથવા તો તમારા વાહનને બીજા રાજ્યમાં લઈ જવા માટે NOC કઢાવવા માંગો છો, તો તમારા માટે એક ખૂબ જ અગત્યના સમાચાર છે. ભારત સરકારે વાહન માલિકીની તબદીલી (ટ્રાન્સફર) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. આ નવી સિસ્ટમ મુજબ, હવેથી તમારે પરિવહન પોર્ટલ પર તમારું આધાર કાર્ડ લિંક કરવું એકદમ ફરજિયાત બની ગયું છે. ગુજરાત સહિત આખા દેશમાં આ નવો નિયમ 15 જુલાઈ 2026થી લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ આખીય પ્રક્રિયાને વધુ સરળ, સુરક્ષિત અને સંપૂર્ણપણે પારદર્શક બનાવવાનો છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે વાહનના રેકોર્ડ અને આધાર કાર્ડના ડેટામાં નાની-મોટી ભૂલો કે વિસંગતતા જોવા મળતી હોય છે. નાગરિકોને ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જ આ સુધારો કરવામાં આવ્યો છે. હવે પ્રક્રિયા એવી રહેશે કે, જ્યારે પણ તમે વાહન ટ્રાન્સફર કે NOC માટે ઓનલાઈન અરજી કરશો, ત્યારે તમારે સૌથી પહેલા પરિવહન પોર્ટલ પર તમારા આધાર કાર્ડની વિગતો નાખવી પડશે. જો તમારા આધાર કાર્ડની વિગતો અને વાહનના રેકોર્ડની વિગતો સંપૂર્ણપણે મેચ થતી હશે, તો જ વાહન માલિકી બદલવાની આ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂરી થઈ શકશે.

હવે સવાલ એ થાય કે જો આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત નીકળે તો શું? તો ગભરાવાની જરૂર નથી. આવા કિસ્સામાં અરજદારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની (Driving License) વિગતો પોર્ટલ પર દાખલ કરવાની રહેશે, ત્યારબાદ જ આ પ્રક્રિયા આગળ વધશે. પરંતુ, ધારો કે તમારી RC બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ મિસમેચ કે વિસંગતતા જોવા મળે છે, તો પછી ઓનલાઈન કામ નહીં થાય. આવા સંજોગોમાં તમારે જરૂરી તમામ આધાર-પુરાવા સાથે લઈને તમારી સંબંધિત RTO કચેરીએ રૂબરૂ જઈને જ આ પ્રક્રિયા પૂરી કરાવવાની રહેશે.

આ પણ વાંચોઃ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ જરૂરી નથી? જાણો સરકારના આ નવા નિયમો

સરકારના આ નવા ઓનલાઈન આધાર વેરિફિકેશનના પગલાંથી વાહનોની તબદીલીના કામમાં ખાસ્સી એવી ઝડપ આવશે અને લોકોની કામગીરી સરળ બનશે. આટલું જ નહીં, વાહન માલિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે. ઘણીવાર કોઈની જાણ બહાર બારોબાર વાહન ટ્રાન્સફર થઈ જવાના કિસ્સા સામે આવતા હોય છે. આધાર ફરજિયાત બનવાથી ભવિષ્યમાં થતી આવી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ પર કાયમી બ્રેક લાગી જશે.

આ પણ વાંચોઃ Traffic Rules: સાવધાન! વર્ષમાં 5 વાર નિયમ તોડ્યો તો ડ્રાઈવિંગ લાયસન્સ થશે રદ; જાણો નવો કાયદો

Frequently Asked Questions

વાહન ટ્રાન્સફર કે NOC માટેનો નવો નિયમ શું છે?

વાહન માલિકી ટ્રાન્સફર કે NOC મેળવવા માટે હવે પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. આ પ્રક્રિયાને સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો મુખ્ય હેતુ છે.

આ નવો નિયમ ક્યારથી લાગુ કરવામાં આવ્યો છે?

ગુજરાત સહિત આખા દેશમાં આ નવો નિયમ 15 જુલાઈ 2026થી લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો અમલ દેશભરમાં થઈ ચૂક્યો છે.

જો આધાર કાર્ડની વિગતો વાહનના રેકોર્ડ સાથે મેચ ન થાય તો શું કરવું?

આવા કિસ્સામાં અરજદારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો પોર્ટલ પર દાખલ કરવી પડશે. જો તેમાં પણ વિસંગતતા હોય, તો RTO કચેરીએ રૂબરૂ જવું પડશે.

આ નવા નિયમથી વાહન માલિકોને શું ફાયદા થશે?

આનાથી વાહન તબદીલીના કામમાં ઝડપ આવશે અને પ્રક્રિયા સરળ બનશે. તે અનધિકૃત ટ્રાન્સફર અને છેતરપિંડી જેવા ગુનાઓ અટકાવી વાહન માલિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget